Western Times News

Gujarati News

માઈનસ ૨૦ ડિગ્રીમાં સાચવેલી વેક્સિન ૧૦૦૦ વોલિયન્ટરને ઈન્જેક્શનથી અપાશે

કોરોના વાઈરસ સામે લડવા માટે આ વેક્સિન એન્ટિબોડી ડેવલપ કરશે- સોલા સિવિલમાં ફેઝ-૩ની ટ્રાયલ માટે આ સપ્તાહમાં કોવેક્સિનનું આગમન

અમદાવાદ, કોરોના વાઈરસ સામે લડવા માટે શરીરમાં એન્ટિબાોેડી પેદા કરતી ભારત બાયોટેક-હૈદરાબાદની કોવેક્સિન ફેઝ-૩ની ટ્રાયલ ગુજરાતની પાંચ હોસ્પિટલમાં શરૂ થઈ રહી છે. આ વેક્સિન આ સપ્તાહમાં અમદાવાદ આવી પહોંચશે. માઈનસ ૨૦ ડિગ્રી તાપમાનમાં સચવાયેલી આ વેક્સિન ૧,૦૦૦ વોલિયન્ટરને આપીને અભ્યાસ કરવામાં આવશે. સોલા સિવિલ હોસ્પિટલમાં આ અંગેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે.

આઈસીએમઆર, ભારત બાયોટેક અને પૂનાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંયુક્ત ઉપક્રમે કોવેક્સિનની ફેઝ-૩ની ટ્રાયલ સોલા સિવિલ, બી.જે.મેડિકલ, એનએચએલ સહિતની પાંચ કોલેજાેમાં શરૂ થવાની છે. તે પૈકી સોલા સિવિલ હોસ્પિટલને એથિકલ કમિટી દ્વારા મંજૂરી મળી જતા વેક્સિનની ટ્રાયલ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

સોલા સિવિલના કોવિડ ઈન્ચાર્જ અને પલ્મોનોલોજીસ્ટ ડો.કિરણ રામીએ કહ્યું કે કોવેક્સિન કદાચ આ સપ્તાહમાં આવી શકે છે. ચોક્કસ સમયગાળો અમને હજુ સુધી મળ્યો નથી. વેક્સિન માટે કોલ્ડ ચેઈન હોય છે. માઈનસ ૨૦ ડિગ્રી ઠંડીમાં તેને સાચવવાની હોય છે.

વેક્સિન માટે ૧,૦૦૦ તંદુરસ્ત વોલિયન્ટર તૈયાર છે. પ્રથમ ડોઝ પોઈન્ટ પાંચ એમએમનો આપવામાં આવશે. ૨૮ દિવસ પછી બીજાે ડોઝ પણ આટલી જ માત્રાનો આપવામાં આવશે. વેક્સિન ઈન્જેક્શનથી જ અપાશે. વેક્સિન આપતા પહેલાં વોલિયન્ટરનો કોરોના ટેસ્ટ થશે. એક માસ પછી પણ કોરોના ટેસ્ટ થશે. જાે તેનામાં લક્ષણો આવે તો ત્યારે પણ ટેસ્ટ થશે. એન્ટિબોડી ટેસ્ટ થશે. એક વર્ષનો સ્ટડી છે.

વેક્સિન અપાયા બાદ શરીરમાં એન્ટીબોડી ડેવલપ થશે અને તે કોરોના સામે લડશે. એન્ટી બોડી ડેવલપ થવામાં કેટલો સમય લાગશે ? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે તે સમયગાળો જ આ ટ્રાયલમાં માપવામાં આવશે. પરંતુ એકાદ માસમાં એન્ટી બોડી ડેવલપ થઈ જતા હોય છે. કોઈમાં સમયગાળો લંબાઈ પણ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.