અમેરિકના પ્રમુખ બંધારણીય રીતે વિશાળ સત્તા ધરાવતા હોવા છતાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ ડોનાલ્ડ ટ્રંપને પ્રમુખ પદ છોડવાની ફરજ પાડી શકે છે
જો બાઈડેન અમેરિકાના ૨૪ રાજ્યોએ શરૂઆતથી જ આગળ રાખ્યા હતા અને કશમકશ ભર્યા આખરી જંગ માં છેલ્લે અલાસ્કા,અરિઝોના, જ્યોર્જિયા, અને નોર્થ કેરોલિના રાજ્યોએ જો બાઈડેન ને સંપૂર્ણ બહુમતી અપાવી?!
અમેરિકાનું બંધારણ બ્રિટિશ બંધારણનું બાળક હોવા છતાં તેની માતા કરતા જુદું પડે છે?!
બ્રિટનના પ્રાધ્યાપક મનરે કહે છે કે “બ્રિટિશ બંધારણએ બંધારણ ની માતા છે પરંતુ અમેરિકાનું બંધારણ એ બ્રિટિશ બંધારણનું બાળક હોવા છતાં તે માતા કરતાં જુદું પડે છે”!!
બ્રિટિશ વડાપ્રધાન એ સંસદને જવાબદાર છે પરંતુ અમેરિકાના પ્રમુખ પદ પર કોંગ્રેસ અને સેનેટના અંકુશ હોવા છતાં પ્રમુખ સરમુખત્યાર બની શકે છે જે રીતે અમેરિકાની ૨૦૨૦ની ચૂંટણીમાં પરાજય થયા છતાં તેઓ અમેરિકાની પ્રજાને ચૂંટી કાઢેલા અને અમેરિકાના પ્રમુખ જો.બાઈડેન અને અમેરિકના ઉપપ્રમુખ કમલા હેરિસને સત્તા સોપાશે?! નીચલી અદાલતોમાં પ્રમુખ ટ્રંપની ચૂંટણીને પડકારતી અરજી અદાલતે રદ કરી છે
ત્યારે હવે ડોનાલ્ડ ટ્રંપ તેને અમેરિકાની સુપ્રીમકોર્ટમાં પડકારશે કે વિશ્વના લોકશાહી દેશોનું નેતૃત્વ કરતાં અમેરીકાની લોકશાહીની પરંપરાગત ગરિમા જાળવવા ડોનાલ્ડ ટ્રંપ વિવાદમાંથી બહાર આવી ચૂંટાયેલા નવા પ્રમુખ જો.બાઈડેન તરફેણમાં ખસી જશે?! કે પછી અમેરિકામાં કંઈ આંતરવિગ્રહ તો નહીં સર્જાયને?!
અમેરિકાની ચૂંટણીમાં બેલેટ પેપર નો ઉપયોગ થાય છે અને ઈવીએમ મશીનો વિદેશમાં માન્ય નથી ત્યારે અમેરિકાની ચૂંટણીમાં ગેરરીતિ થયાના આક્ષેપાત્મક પ્રજા અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ટકી શકશે?!
અમેરિકાના રાજ્યનીતિજ્ઞ પ્રો અર્નેસ્ટ બાર્કર કહે છે કે “અમેરિકાના પ્રમુખ તેના બંધારણ ની કલમો મુજબ સરમુખત્યાર બનવાની શક્યતા ધરાવે છે”!! જ્યારે રોઝિટર કહે છે કે “પ્રમુખ પર ઘણા નિયંત્રણ મુકાયેલા છે અને કટોકટીના સમયમાં પણ તે અસરકારક બની રહે છે”!! ડોનાલ્ડ ટ્રંપને મતદાર મંડળના ૨૩૨ મતો પર વિજય દર્શાવાય છે
જો.બાઈડેન કરતાં ઘણા પાછળ છે પણ ચૂંટણીમાં ગેરરીતિ થયાનાં આક્ષેપો વચ્ચે ટ્રમ્પે કેટલાક રાજયોની અદલતોમાં ચૂંટણીના પરિણામોને પડકારેલ પણ કેટલાક રાજ્યોની અદાલતે તેમની અરજી નામંજૂર કરેલ છે એક હકીકત એ પણ છે કે ભૂતકાળમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પછી અમેરિકાના પ્રમુખ સત્તામાં ખૂબ જ વધારો થયો છે
કારણ કે સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પ્રમુખ કોઇ અમલદાર ને પદ ઉપરથી દૂર કરે ત્યારે તેને સેનેટની મંજૂરી લેવાની જરૂર નથી ૧૯૫૦માં પ્રમુખ ટુમેને કહ્યું હતું કે “હાઈડ્રોજન બોમ્બ બનાવો કે નહીં એ પ્રમુખ નક્કી કરી શકે છે”!! ત્યારે અમેરિકામાં સવાલો થઈ રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રંપ પોતાની રીતે અર્થઘટન કરી સુપ્રીમ કોર્ટમાં જશે?! દેશમાં આંતરવિગ્રહ ફાટી નીકળશે ?! ડોનાલ્ડ ટ્રંપ વિદેશ સાથે યુદ્ધ જાહેર કરી દેશે?! હવે અમેરિકાના ગૌરવવંતા ઈતિહાસમાં પરિણામ શું હશે તેના પર સૌની મીટ છે!!