Western Times News

Gujarati News

કોરિયોગ્રાફર ફરાહ ખાન ૪૩ની ઉંમરે મા બની હતી

મુંબઈ: પોપ્યુલર બોલિવુડ કોરિયોગ્રાફર, ફિલ્મમેકર અને રિયાલિટી શોની જજ ફરાહ ખાને ૪૩ વર્ષની ઉંમરે આઈવીએફ ટેકનોલોજી દ્વારા મા બનવાના પોતાના ર્નિણય પર એક ઓપન લેટર લખ્યો છે. ફરાહ ખાન અન્યા, કઝાર અને ડીવા નામના ત્રણ બાળકોની માતા છે અને તેના ત્રણેય બાળકો ટ્રિપલેટ્‌સ છે. તેના બાળકો ૧૨ વર્ષના થઈ ગયા છે. ફરાહ ખાને સોશિયલ મીડિયા પર શેર કરેલા ઓપન લેટરના કેપ્શનમાં લખ્યું છે કે, આપણી પસંદ આપણને બનાવે છે. હું ૪૩ વર્ષની ઉંમરે આઈવીએફ મોમ બની. મેં જે કર્યું તે વાતની મને ખુશી છે.

જે મહિલાઓ માતા બનવા ઈચ્છે છે તેમનું માતૃત્વ સારુ રહે તેવું હું વિશ કરું છું. પોતાના ઓપન લેટરમાં ફરાહે લખ્યું છે કે, એક દીકરી, પત્ની અને મા હોવા તરીકે મારે મારા ર્નિણયો લેવાના હતા. જેના કારણે હું કોરિયોગ્રાફર બની, ફિલ્મમેકર બની અને પ્રોડ્યૂસર બની. દરેક વખતે મને લાગ્યું કે હું સાચી છું. પછી મેં મારા અંદરના અવાજને સાંભળ્યો અને તે પ્રમાણે આગળ વધી, તે પછી મારા કરિયરની વાત હોય કે મારા પરિવાર. આપણે લોકો શું કહેશે તેના વિશે વધારે વિચારીએ છીએ,

આપણે ભૂલી જઈએ છીએ કે આ આપણું જીવન છે તેથી આપણે માત્ર આપણી વાત સાંભળવાની છે. ફિલ્મમેકરે વધુમાં લખ્યું છે કે, ‘આજે હું મારા ર્નિણયના કારણે ત્રણ બાળકોની મા છું. હું મા ત્યારે બની જ્યારે આ માટે તૈયાર હતી. ત્યારે નહીં

જ્યારે સમાજે તેની માગ કરી અથવા તેમને લાગ્યું કે આ પ્રેગ્નેન્ટ થવા માટેની યોગ્ય ઉંમર છે. સાયન્સનો આભાર કે હું પોતાની ઉંમરમાં આઈવીએફ દ્વારા આવું કરવામાં સફળ રહી. આજે તે જોઈને સારું લાગે છે કે ઘણી મહિલાઓ ડર્યા વગર આમ કરવાનો ર્નિણય લઈ રહી છે. હાલમાં મને એક શો વિશે જાણ થઈ, જેનું નામ છે ‘સ્ટોરી ૯ મંથ કી’- જેનું સ્ટેટમેન્ટ એકદમ બોલ્ડ છે-જો પ્રેમ વગર લગ્ન થઈ શકે છે, તો પતિ વગર મા કેમ નહીં?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.