કોંગ્રેસને મજબૂત કરવામાં પટેલની અહમ ભૂમિકા : રુપાણી
ગાંધીનગર: કાૅંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું ૭૧ વર્ષે નિધન થયું છે. તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મહિના પહેલા અહેમદ પટેલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં તેમની તબિયત સતત લથડી રહી હતી. ફૈઝલ પટેલના ટ્વીટ પ્રમાણે ૨૫-૧૧-૨૦૨૦ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે તેમનું નિધન થયું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટિ્વટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
આજે ગુજરાત કાૅંગ્રેસમાં પણ શોકનો માહોલ સર્જાયો છે. સીએમ વિજય રૂપાણીએ ટિ્વટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.
કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે. અહેમદ પટેલના નિધન પર શક્તિસિંહ સોલંકી શોક વ્યક્ત કરતા કહે છે કે, હું જ્યારે કોરોનાની સારવાર લઇ રહ્યો હતો ત્યારે તમે નિયમિત રીતે મારા ખબર અંતર પૂછ્યા હતા અને સારવાર દરમિયાન તમારા કારણે જ હું જીવવા માટે આત્મવિશ્વાસ કેળવી શક્યો હતો. ગુજરાત કાૅંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ પણ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટિ્વટ કરીને શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, અહેમદ પટેલનાં જવાથી કાૅંગ્રેસ, ગુજરાત અ, દેશ અને અંગતરીતે મને પણ ઘણું મોટું નુકસાન થયું છે. તેમનું પાર્ટી માટેનું યોગદાન હંમેશા યાદ રહેશે.
ગુજરાત કાૅંગ્રેસ પણ ટિ્વટર પર શ્રદ્ધાંજલિ આપી છે. જેમાં તેમણે લખ્યું છે કે, આપણા સૌના માર્ગદર્શક, કોંગ્રેસના વરિષ્ઠ નેતા,રાજ્યસભા સાંસદ અને ગુજરાતના પનોતાપુત્ર આદરણીય શ્રી અહેમદ પટેલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને એમના શોકાતુર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના. અહેમદ પટેલન નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે,
“અહેમદ પટેલ જીના નિધનથી દુઃખી છું. તેમણે વર્ષો સુધી જાહેર જીવનમાં રહીને લોકોની સેવા કરી છે. તેઓ પોતાના શાર્પ દિમાગ માટે જાણીતા હતા અને કાૅંગ્રેસ પાર્ટીને જે રીતે તેમણે મજબૂત કરી હતી તે વાત હંમેશા યાદ રહેશે. તેમના પુત્ર ફૈઝલ સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી છે.