દીકરીના લગ્નની ૩૦૦ કંકોત્રી વહેંચી દીધી, ના કોને પાડવી?
રાજકોટ: કોરોના સંક્રમણ ને લઇ ગુજરાત સહિત ૪ રાજ્યોની સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ઝાટકણી કાઢી હતી. જે બાદ ગણતરીની કલાકોમાં જ ગુજરાત સરકાર દ્વારા લગ્ન પ્રસંગ માટે ૨૦૦ વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી હતી તેને અડધી કરી નાખવામાં આવી છે તો બીજી તરફ રાત્રી કર્ફ્યુને લઈને પહેલેથી જ રાજકોટ શહેર પોલીસ દ્વારા લગ્ન પ્રસંગ માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે, ત્યારે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલ ર્નિણયના કારણે ઘણા પરિવારો ના આંગણે જે માંગલિક પ્રસંગ ઊજવવાનો હતો
લોકોએ મર્યાદિત સંખ્યા કરતા વધુ માત્રામાં કંકોત્રી વહેંચી છે.
તેની રોનક જતી રહી છે. સરકારે લગ્ન પ્રસંગમાં વ્યક્તિઓની સંખ્યા અડધી કરી દીધી છે. ૨૦૦ વ્યક્તિઓની જગ્યાએ હવે ૧૦૦ વ્યક્તિઓની જ મંજૂરી આપવામાં આવશે. ૧૦૦ વ્યક્તિઓમાં પરિવારજનો, કેટરસ, બેન્ડ બાજા, પંડિતજી સહિતનાનો સમાવેશ થશે. લગ્ન પ્રસંગ માટે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવશે મંજૂરી. સરકારના ર્નિણયના કારણે અનેક લોકો ચિંતામાં મુકાયા છે. કેટલાએ લોકોએ મર્યાદિત સંખ્યા કરતા વધુ માત્રામાં કંકોત્રી વહેંચી છે. હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે,
જેમના ઘરે લગ્ન પ્રસંગ છે તે લોકો હાલ ચિંતામાં મુકાયા છે
ત્યારે સોમવારના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત ચાર રાજ્યોની કોરોના મામલે કરવામાં આવેલી કામગીરી અંગે ઝાટકણી કાઢી હતી. જે બાદ રાજ્ય સરકારની એક બેઠક મળી હતી તે બેઠકમાં લગ્ન પ્રસંગમાં જે ૨૦૦ વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી હતી તે છૂટછાટ અડધી કરી દેવામાં આવી છે. એટલે કે આજથી હવે લગ્ન પ્રસંગે માત્ર સો વ્યક્તિઓને જ ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે. ત્યારે ચાલુ સપ્તાહે જેમના ઘરે લગ્ન પ્રસંગ છે તે લોકો હાલ ચિંતામાં મુકાયા છે કે આખરે તેમના ઘરે યોજાનાર શુભ પ્રસંગમાં રોનક કઈ રીતે આવશે.
રાજકોટ શહેર પોલીસને ૫૬૦ થી વધુ લગ્ન માટેની અરજી મળી છે જે પૈકી રાજકોટ શહેર પોલીસ દ્વારા ૧૦૦ જેટલી લગ્નની અરજીઓ બાબતે મંજૂરી આપવામાં આવી છે. આ પરિવારને ત્યાં ૨૭ તારીખના રોજ લગ્ન પ્રસંગ યોજાવાનો છે. તેમણે જણાવ્યું કે, ગઈકાલ સુધી મારા પરિવારની અંદર ખુશીનો માહોલ હતો
પરંતુ, સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં એકઠા થનાર વ્યક્તિઓની સંખ્યા ઘટાડવામાં આવતા હાલ આ પરિવાર ચિંતામાં મુકાયો છે. કારણ કે તેમને સાડા ત્રણસોથી વધુ લોકોને લગ્ન પ્રસંગ અર્થે આમંત્રણ માટે કંકોત્રીઓ મોકલી આપી છે. ત્યારે સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં હવે માત્ર સો વ્યક્તિઓને એકઠા થવાની મંજૂરી મળશે તેવી જાહેરાત કરતાં હાલ આ પરિવાર ચિંતામાં મુક્યો છે કે, કોને ફોન કરીને લગ્નમાં આવવાનું કહેવું અને કોને લગ્નમાં હાજરી ન આપવાનું કહેવું.