રાષ્ટ્રપતિશ્રીનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
કેવડિયા ખાતે યોજાનાર All India Presiding Officers’ Conference (AIPOC) પ્રસંગે પધારેલ માન. રાષ્ટ્રપતિશ્રીનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશની પ્રથમ મહિલા સવિતા કોવિંદની સાથે એર ઇન્ડિયા વન-બી777 વિમાનની ઉદ્ધઘાટન ઉડાન દ્વારા ચેન્નાઇ રવાના થયા હતા.
આ શ્રેણીનું પહેલું વિમાન એક ઓક્ટોબરે ભારત આવ્યું હતુ. આ વિમાનને કસ્ટમાઇઝ કરવાનું કામ અમેરિકાના ડલાસમાં કરવામાં આવ્યું. આ વિમાનો માટે ભારતે 2018માં બોઈંગ કંપની સાથે ડીલ કરી હતી.
રાષ્ટ્રપતિ ત્યારબાદ આંધ્રપ્રદેશના તિરૂપતિ ખાતે શ્રીવેંકટેશ્વર સ્વામી મંદિરમાં પૂજન અર્ચન કર્યું હતુ.
President, Ram Nath Kovind taking group photo with pilots, crew members and the entire team of Airindia and IAF – MCC for operating the state-of-the-art aircrafts at New Delhi Airport on Tuesday. UNI