Western Times News

Gujarati News

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે બચત ખાતાના ગ્રાહકો માટે PMJJBY શરૂ કરી

નવી દિલ્હી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) એ તેના ગ્રાહકો માટે પીએનબી મેટલાઇફ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની સાથે ભાગીદારીમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY)શરૂ કરી હોવાની જાહેરાત કરી છે. (India Post Payments Bank Introduces Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) for Savings Bank Customers, Inks Agreement with PNB MetLife)

PMJJBYનો હેતુ ગરીબો અને વંચિતો, ખાસ કરીને ભારતમાં બેન્કિંગ સુવિધા વગરના અને અંતરિયાળ વિસ્તારોમાં લોકોને પરિવારમાં આજીવિકા રળનારા મુખ્ય વ્યક્તિના અચાનક અને કમનસીબ અવસાનના સંજોગોમાં રક્ષણ અને નાણાંકીય સલામતી પુરી પાડવાનો છે. ઓછા ખર્ચની આ વીમા યોજનામાં દેશના વંચિતો અને ઉપેક્ષાનો ભોગ બનેલા વિશાળ વર્ગને નાણાંકીય મુખ્ય ધારામાં સામેલ કરવાનો હેતુ છે.

આ જાહેરાત કરતા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના એમડી અને સીઇઓ જે વેંકટરામુએ જણાવ્યું હતું કે, “PMJJBY જરૂરિયાતમંદ અને વંચિત વર્ગ માટે સાર્વત્રિક સામાજિક સલામતી જાળ રચવાના સરકારના અભિયાનને આગળ ધપાવે છે. PMJJBYજેવી યોજના આ સેગમેન્ટના લોકોને કિફાયતી દરે વીમો ખરીદવાની આદત વિક્સાવે છે. પોસ્ટ વિભાગનું દેશવ્યાપી સઘન નેટવર્ક અને પીએનબી મેટલાઇફની નિપુણતાને પગલે જનતાના વિવિધ વર્ગની જરુરિયાતો અને અપેક્ષાઓ પુરી કરી શકીશું એવો અમારો હેતુ છે.”

પીએનબી મેટલાઇફના એમડી અને  સીઇઓ આશિષ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “વ્યાપક સામાજિક-આર્થિક વર્ગોમાં જીવન વીમો પુરો પાડવાની અને નવા ગ્રાહક વર્ગોને તેમની આર્થિક તંદુરસ્તી બનાવવામાં મદદ કરવાની અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક સાથેની અમારી ભાગીદારી દ્વારા રક્ષણ પુરું પાડવાની ભારત સરકારની પહેલમાં હિસ્સો બનવા બદલ અમને ગર્વ છે.

પીએનબી મેટલાઇફ ખાતે ગ્રાહકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી એ હંમેશા અમારો પ્રયાસ રહ્યો છે. અમને એ વાતની ખુશી છે કે IPPB સાથેની અમારી ભાગીદારી દ્વારા PMJJBY ને ભારતભરમાં ઉપલબ્ધ કરાવીને વિશાળ, વંચિત ગ્રાહક વર્ગની જરૂરિયાત પુરી કરી શકાશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.