ઓફિસમાં વધારે સમય સુધી કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પર માનસિક અસર થઈ શકે છે
ગોદરેજ ઇન્ટેરિયોએ રિસર્ચ સ્ટડીઃ ‘વિઝ્યુઅલ અર્ગોનોમિક્સ’નાં તારણો જાહેર કર્યા- આ રિપોર્ટ ભારતીય કર્મચારીઓ વચ્ચે અવારનવાર થતા કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ (CVS) પર પ્રકાશ ફેંકે છે અને એને દૂર કરવા અભિપ્રાયો આપે છે
કમ્પ્યુટર અને મોબાઇલ-વ્યૂઇંગના સમયગાળામાં વધારાથી આંખની કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે, જેમાં આંખોને થાક લાગવો અને માથાનો દુઃખાવાથી લઈને આંખો શુષ્ક થવી, દ્રષ્ટિમાં ઝાંખપ, વિઝન બ્લર થવું, આંખોમાં પાણી આવવું, ખંજવાળ વગેરે જેવી સમસ્યાઓ સામેલ છે.
· ગોદરેજ ઇન્ટેરિયોનાં વર્કસ્પેસ એન્ડ અર્ગોનોમિક્સ રિસર્ચ સેલએ કાર્યસ્થળ પર કર્મચારીઓનું સ્વાસ્થ્ય જાળવવા મૂલ્યાંકન, સુધારો અને નિવારણના અભિગમનું સૂચન કર્યું તથા ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓની આંખો સાથે સંબંધિત સમસ્યાઓ ઘટાડવા ઉપયોગી જાણકારી આપી
મુંબઈ, ગોદરેજ ઇન્ટેરિયો ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ છે, જેણે આજે એનો એક્સક્લૂઝિવ રિસર્ચ સ્ટડીઃ “વિઝ્યુઅલ અર્ગોનોમિક્સ” લોંચ કરવાની જાહેરાત કરી હતી. આ અભ્યાસમાં કમ્પ્યુટર વિઝિન સિન્ડ્રોમને અટકાવવા કાર્યસ્થળો પર અર્ગોનોમિક જોખમી પરિબળોની વિગતવાર જાણકારી આપવામાં આવી છે. અભ્યાસમાં 500થી વધારે વ્યક્તિઓની આકારણી કરીને જાણકારી એકત્ર કરવામાં આવી છે. આ વિશ્લેષણમાં વર્ક પ્રોફાઇલ્સ, ગેજેટના વપરાશના ટ્રેન્ડ તથા મુદ્રાઓ વિશેની જાણકારી સામેલ છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં વિઝન એટલે કે દ્રષ્ટિએ સાથે સંબંધિત સમસ્યાઓમાં વધારો થયો છે, જે માટે કાર્યસ્થળે અને ઘરે ડિજિટલ સ્ક્રીન, પછી એ કમ્પ્યુટર હોય કે મોબાઇલ ફોન હોય, એના વપરાશમાં વધારો જવાબદાર છે. કમ્પ્યુટર અને મોબાઇલ-વ્યૂઇંગના સમયગાળામાં વધારાથી આંખની કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે, જેમાં આંખોને થાક લાગવો અને માથાનો દુઃખાવાથી લઈને આંખો શુષ્ક થવી, દ્રષ્ટિમાં ઝાંખપ, વિઝન બ્લર થવું, આંખોમાં પાણી આવવું, ખંજવાળ વગેરે જેવી સમસ્યાઓ સામેલ છે.
અભ્યાસ વિઝનની મોટા ભાગની સમસ્યાઓના વૈજ્ઞાનિક કારણો વિશે જાણકારી આપે છે તથા પોતાની આંખોની સારી રીતે કાળજી કેવી રીતે રાખવી અને આંખોને ઉચિત રીતે સ્વચ્છ કેવી રીતે જાળવવી એના વિશે ઓફિસમાં કામ કરતાં દરેક લોકોને સમજણ
આપે છે.
ગોદરેજ ઇન્ટેરિયોના માર્કેટિંગના એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ (બી2બી) સમીર જોશીએ કહ્યું હતું કે, “હાલના સ્થિતિસંજોગોમાં ડિજિટાઇઝેશન ઝડપથી વધી રહ્યું છે. કાર્યસ્થળળો, શૈક્ષણિક સંસ્થાઓ અને ઘરે મુખ્ય સાધનો તરીકે લેપ્ટોપ્સ/કમ્પ્યુટર્સનો ઉપયોગની તાતી જરૂર ઊભી થઈ છે. આ ગેજેટ્સના ઉપયોગથી આપણું જીવન સરળ અને ઝડપી બન્યું છે. આપણે એકબીજા સાથે માહિતી અને જાણકારીનું આદાનપ્રદાન સરળતાપૂર્વક કરી શકીએ છીએ. જોકે આ ગેજેટ્સનો લાંબો સમય ઉપયોગ કરવાના ગેરફાયદા પણ છે. કંપનીમાં કમ્પ્યુટર યુઝર્સ વચ્ચે આંખોના સ્વાસ્થ્ય સાથે સંબંધિત પડકારોનું સમાધાન કરવા કર્મચારીની સુખાકારીની વિસ્તૃત માર્ગદર્શિકા બનાવવી મહત્ત્વપૂર્ણ છે.”
આ સંશોધન અભ્યાસમાં જણાવ્યા મુજબ, ઓફિસમાં કર્મચારીઓ દરરોજ ઓછામાં ઓછા 6 કલાક કમ્પ્યુટર સ્ક્રીન સામે પસાર કરે છે. અભ્યાસમાં સામેલ થયેલા 65 ટકાએ આંખમાં ભાર અને દ્રષ્ટિ સાથે સંબંધિત સમસ્યાઓની જાણકારી આપી હતી. 47 ટકાએ માથાનો દુઃખાવો અને થાકની ફરિયાદ કરી હતી. અભ્યાસમાં એવો ખુલાસો પણ થયો હતો કે, ભારતીયો લેપ્ટોપ, કમ્પ્યુટર અને મોબાઇન ફોનનો વધારે ઉપયોગ કરે છે, 70 ટકા કર્મચારીઓ દરરોજ 6થી 9 કલાક તેમના ગેજેટની સ્ક્રીન સામે પસાર કરે છે. ભારતીય ઓફિસોમાં 68 ટકા કાર્યસ્થળોમાં લાઇટ કે પ્રકાશનું સ્તર પણ અનુચિત છે, જેમાં 58 ટકા સ્થળો પર પર્યાપ્ત લાઇટ કે પ્રકાશ નહોતો, તો 42 ટકા સ્થળો પર વધારે પડતો પ્રકાશ હતો. પર્યાપ્ત લાઇટિંગ લોકોને પ્રિન્ટેડ, હાથથી લખેલા લખણા કે કમ્પ્યુટર પર કન્ટેન્ટેને જોવા વધારે પડતી લાઇટિંગ દ્વારા અંજાઈ ગયા વિના પર્યાપ્ત પ્રકાશ સુનિશ્ચિત કરે છે. બીજી તરફ, રૂમમાં વધારે પડતો પ્રકાશ કે ડિમ લાઇટિંગ, મોટી, ખુલ્લી બારીઓ કે માથા પર લાઇટ ડિજિટલ સ્ક્રીન પર વોશઆઉટ ઇફેક્ટ પેદા કરે છે.
CVS (કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ) માટે અન્ય એક કારણ મોનિટર પ્લેસમેન્ટ – વર્કસ્ટેશન અર્ગોનોમિક્સ છે; જ્યારે મોનિટર ખોટી પોઝિશન હોય છે, ત્યારે ગરદન કે ડોકની મુદ્રાને અસર થઈ શકે છે અને ગરદર, પીઠની ઉપરના ભાગ અને ખભામાં દુઃખાવો જેવા આંખ સિવાયના વધારા દુઃખાવા સાથે સંબંધિત ચિહ્નો પેદા કરી શકે છે. વધારે સમય સુધી ગેજેટ સ્ક્રીનનો ઉપયોગ કરવાથી કર્મચારીના સ્વાસ્થ્ય અને સુખાકારી પર શારીરિક અને માનસિક અસર થઈ શકે છે.
કંપનીમાં કમ્પ્યુટર યુઝર્સ વચ્ચે આંખોના સ્વાસ્થ્યના પડકારો ઝીલવા કર્મચારીઓની વિસ્તૃત સુખાકારીની માર્ગદર્શિકા બનાવવી મહત્ત્વપૂર્ણ છે. ગોદરેજ ઇન્ટરિયોના ધ વર્કસ્પેસ એન્ડ એર્ગોનોમિક્સ રિસર્ચ સેલએ કાર્યસ્થળે આંખોના સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા મૂલ્યાંકન, સુધારો અને નિવારણનો સક્રિય અભિગમ સૂચવે છે. આ અસરકારક સૂચનો આંખની સરળ કસરત અને કાર્યસ્થળમાં લાઇટના વૈકલ્પિક સ્તરથી લઈને નિયમિત અને ઉચિત આકારણી અને કર્મચારીઓની આંખોની સ્થિતિનું મૂલ્યાંકન અને આકારણી સુધીના છે.
ઓફિસ સ્પેસમાં પ્રકાશ કે લાઇટિંગનાં અભ્યાસમાં કર્મચારીની સામાન્ય ફરિયાદો ઘટાડવા અને તેમની ઉત્પાદકતા વધારવા માટે વિચાર કરી શકાય છે. આ પ્રકારનો ઓડિટ વિવિધ પ્રકારની કામગીરી માટે અલગ-અલગ રીતે લાઇટિંગની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવામાં, વિવિધ જગ્યાને ઉચિત પ્રકાશ સાથે સજ્જ કરવામાં અને કર્મચારીની સુખાકારી વધારવામાં મદદરૂપ થશે
· અર્ગોનોમિક મૂલ્યાંકનો – કમ્પ્યુટર વર્ક અને વર્કસ્ટેશન માટે ભલામણો સાથે વર્કપ્લેસ અર્ગોનોમિક્સનું મૂલ્યાંકન
· એમ્પ્લોયી વિઝન સ્ક્રીનિંગ – કમ્પ્યુટરનો ઉપયોગ કરતા દરેક કર્મચારીઓની આંખોની નિયમિત સમયાંતરે ચકાસણી ફરજિયાત કરવી પડશે
· CVSની વાર્ષિક ચકાસણી – કર્મચારીઓ માટે CVSની નિયમિત ચકાસણીની ભલામણ કરવામાં આવી છે. ઘણીવાર કંપનીઓ એક્ટિવ આઈ હેલ્થકેર પાસાંને સામેલ કરે, તો નિયમિત હેલ્થ ચેકઅપ પ્રક્રિયાની અંદર એને આવરી શકાશે.
અર્ગોનોમિક (કાર્યસ્થળે કામ કરવા સાથે સંબંધિત સ્થિતિસંજોગો) પડકારો ઝીલવા જાણકારી આપવી ચાવીરૂપ છે. આ માટે ઉચિત આદતો, કાર્યસ્થળે વ્યવસ્થા અને ડિજિટલ સ્વસ્છતા વિશે યોગ્ય તાલીમ આપવી જોઈએ, જે વર્ક રુટિનમાં ફિટ હોય. ઉપરાંત આંખોને થાક લાગતો અટકાવવા હળવા થવાની મૂળભૂત ટેકનિકો દ્વારા શારીરિક અને માનસિક ફિટનેસ પર તાલીમ આપવી પણ ઉચિત છે.
નિવારણ –જાગૃતિથી નિવારણ થાય છે. એનો અર્થ એ છે કે, અર્ગોનોમિકની સંભવિત સમસ્યાઓ પર કર્મચારીઓને જાણકારી આપવી. આ સમસ્યાનું સમાધાન કંપનીઓ કેટલીક રીતે કરે છે, જેમાં નીચેની સામેલ છેઃ
· દર અઠવાડિયે આંખોની સ્વસ્થતા જાળવવા માટે ઉપયોગી સૂચનો
· પોતાના સંકુલોમાં નિયમિત રીતે આઈ કેમ્પનું આયોજન કરવું અથવા વાર્ષિક હેલ્થ ચેક-અપ્સમાં આંખોની ચકાસણીને સામેલ કરવી
· પ્રગતિ પર નજર રાખવી અને સમીક્ષા કરવી
· આંખોને સ્વસ્થ જાળવવી અને કાર્યસ્થળે સાનુકૂળ સ્થિતિઓ ઊભી કરવી
જ્યારે નિષ્ણાતો CVSની અંદાજિત અસરનું મૂલ્યાંકન કરે છે, ત્યારે ઓફિસ સ્પેસને માળખાગત અભિગમ અને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે ડિઝાઇન કરવાની જરૂર છે, જેથી તેમના કર્મચારીઓના કમ્પ્યુટર વિઝ સિન્ડ્રોમનું નિવારણ થાય અને અન્ય અર્ગોનોમિક જોખમોમાં ઘટાડો થાય.