પ્રાંતિજ ચિત્રિણી નર્સીગ કોલેજનું ગૌરવ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રિણી નર્સીગ કોલેજ નું ગૌરવ બી.એસ.સી નર્સીગ માં અભ્યાસ કરતી વિધાર્થીની એયુનિવર્સિટી પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો તો સતત ચોથા વર્ષે પણ બી.એસ.સી નર્સીગ કોલેજ નું પરિણામ ૧૦૦% આવ્યું .
પ્રાંતિજ રેલ્વે સ્ટેશન જુનાબાકરપુર ખાતે આવેલ ચિત્રિણી નર્સિંગ કોલેજ નું આ વર્ષે પણ બી.એસ.સી નર્સીગ નું પરિણામ ૧૦૦% આવ્યું તો છેલ્લા ચાર વર્ષ થી ચિત્રિણી નર્સીગ કોલેજ નું પરિણામ ૧૦૦% આવે છે તો આ વર્ષે બી.એસ.સી નર્સીગ માં અભ્યાસ કરતી વિધાર્થી ની ખણુસીયા અમન હસનભાઇ ૮૧% ગુણ મેળવીને હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિવર્સિટી માં ફસ્ટ આવી છે અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે
તો કોલેજ ની વિદ્યાર્થી ની ખણુસીયા અમન યુનિવર્સિટી માં પ્રથમ ક્રમાંકે આવતા કોલેજ ના સંચાલક એ.કે.પટેલ તથા ડાયરેક્ટર ર્ડા.નુપાંશકુમાર પટેલ તથા કોલેજ ના પ્રિન્સીપાલ નરેન્દ્રકુમાર શર્મા , મહિલા પ્રિન્સીપાલ કિંજલબેન સહિત કોલેજ સ્ટાફ દ્વારા ખણુસીયા અમન ને અભિનંદન પાઠવ્યા હતાં તો સતત ચોથા વર્ષે પણ ચિત્રિણી બી.એસ.સી નર્સીગ કોલેજ નું પરિણામ ૧૦૦% આવતા સંચાલક તથા કોલેજ પરિવાર દ્વારા કોલેજ ના વિધાર્થીઓ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં તો વિધાર્થી ની ખણુસીયા અમન યુનિવર્સિટી ફસ્ટ આવતા પોતાના પરિવાર , સમાજ તથા ગામ સહિત ચિત્રિણી નર્સીગ કોલેજ નું નામ રોશન કર્યુ છે .