હિમાચલમાં હિમવર્ષાને લીધે અટલ ટનલ બંધ: રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડ વેવની શક્યતા
ધીમે ધીમે કડકડતી ઠંડીની શરૂઆત થતી જોવા મળી રહી છે. હિમાચલમાં ભારે હિમવર્ષાને લીધે અટલ ટનલ બંધ કરવામાં આવી છે. તેને લીધે મોટી સંખ્યામાં પર્યટકો ફસાઈ ગયા છે. આ હિમવર્ષાને લીધે પંજાબ તથા હરિયાણામાં ઠંડીનું પ્રમાણ વધી ગયુ છે અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયુ છે.
હિમાચલના લાહોલ સ્પીતિ અને કુલ્લૂમાં બુધવારે ભારે હિમવર્ષા થઈ હતી. જેને પગલે અટલ ટનલ રોહતાંગને બંધ કરવામાં આવી છે. તેને લીધે લાહોલ ઘાટીમાં અનેક પ્રવાસી વાહનો ફસાઈ ગયા છે. ઘાટીની બહાર નિકળવા માટે તેમને ટનલ ખુલે તે માટે રાહ જોવી પડશે.
અટલ ટનલ રોહતાંગના નોર્થ પોર્ટલ સિસુ તથા આજુબાજુના ક્ષેત્રોમાં 2 ફૂટથી વધારે બરફ જમા થઈ ગયો છે. ટનલના સાઉથ પોર્ટલમાં પણ 2 ફૂટથી વધારે હિમવર્ષા થઈ છે. ટનલના સાઉથ પોર્ટલમાં પણ 2 ફૂટથી વધારે બરફ જમી ગયો છે. આ સંજોગોમાં વાહનોનું પરિવહન સુરક્ષિત નથી.
માર્ગો પર પરિવહન સેવા શરૂ કરવા માટે કામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી લાહોલ ઘાટીમાં ફસાયેલા પર્યટકોને સુરક્ષિત મનાલી તરફ લાવવામાં આવી શકે છે. વર્તમાન સમયમાં પર્યટકોને મનાલી તરફથી પલચાન સુધી જ મંજૂરી છે.
સમગ્ર હિમાચલ હિમવર્ષાને લીધે કોલ્ડવેવમાં છે. હવામાન વિભાગે શિમલા, કિન્નોર, કુલ્લૂ, લાહોલ-સ્પીતિ તથા ચંબા જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષાને લઈ યલો એલર્ટ જારી કર્યું છે. મુખ્ય પર્યટન સ્થળો ખાતે તાપમાન માઈનસમાં પહોંચી ગયુ છે. મનાલી, લાહૌલ સ્પીતિ-17, રોહતાંગ-7 અને કિન્નોરનું ન્યૂનત્તમ તાપમાન -12 ડિગ્રી થઈ ગયુ છે.