ક્રેડિટ કાર્ડ પર રિવોર્ડ્ઝ પોઇન્ટ વહેંચવાની સુવિધા આપનાર ભારતની પ્રથમ યસ બેંક
યસ બેંકએ એના ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્ઝ પ્રોગ્રામમાં અનેક નવી લાભદાયક ખાસિયતો ઉમેરી
લાભદાયક ખાસિયતોમાં આઉટસ્ટેન્ડિંગ સ્ટેટમેન્ટ સામે રિડેમ્પ્શન અને તહેવારની આ સિઝનમાં સૌથી વધુ રિવોર્ડ પોઇન્ટ મેળવવા ગ્રાહકો માટે ‘પોઇન્ટ્સ પ્લસ પે’
મુંબઈ, યસ બેંકએ એની ગ્રાહક-કેન્દ્રિત નવીનતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને અનુરૂપ બેંકનાં ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્ઝ પ્રોગ્રામને અનેક નવી લાભદાયક ઓફર સાથે વધારે રિવોર્ડિંગ કે લાભદાયક બનાવ્યો છે. આ નવી ખાસિયતોમાં રિવોર્ડ પોઇન્ટ્સ વહેંચવાની સુવિધા સામેલ છે – જે ભારતીય બેંકિંગ ઉદ્યોગમાં પહેલી વાર આપવામાં આવેલી સુવિધા છે.
આ સુવિધાથી યસ બેંકના ક્રેડિટ કાર્ડ સભ્યો તેમના મિત્રો અને પરિવારજનો* સાથે તેમના ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઇન્ટ્સ વહેંચીને તહેવારનો આનંદ અન્ય લોકો સાથે વહેંચી શકશે.
કાર્ડના સભ્યોને પ્રાપ્ત થનાર અન્ય રોમાંચક ખાસિયતો અને ફાયદાઃ
– આઉટસ્ટેન્ડિંગ સ્ટેટમેન્ટ સામે ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સ પોઇન્ટ રીડિમ કરો**
– યસ બેંકનાં ક્રેડિટ કાર્ડ દ્વારા બેલેન્સ પેમેન્ટ સાથે સંયુક્તપણે રિવોર્ડ પોઇન્ટ રીડિમ કરવા**
– રિવોર્ડ પોઇન્ટ્સ ક્યારેય એક્સપાયર નહીં થાય
– વોલેટ રિલોડ અને વીમાના પ્રીમિયમની ચુકવણી પર રિવોર્ડ પોઇન્ટ
– યસ રિવોર્ડ્ઝ દ્વારા ફ્લાઇટની ટિકિટનાં બુકિંગ પર ઝીરો કન્વેનિયન્સ ફી
– પસંદગીની કેટેગરી પર રિવોર્ડ પોઇન્ટ વધારવા – ટ્રાવેલ, ડાઇનિંગ, ગ્રોસરી**
યસ બેંકના ક્રેડિટ કાર્ડ્સ એન્ડ મર્ચન્ટ એક્વિઝિશનના બિઝનેસ હેડ રજનીશ પ્રભુએ કહ્યું હતું કે, “અમને ઉદ્યોગમાં સૌપ્રથમ ખાસયિત પ્રસ્તુત કરવાની ખુશી છે, જે બેંકના ક્રેડિટ કાર્ડના સભ્યો વચ્ચે રિવોર્ડ પોઇન્ટ વહેંચવાની સુવિધા આપે છે. અમારું માનવું છે કે, આ સુવિધા દેશમાં ક્રેડિટ કાર્ડ ઉદ્યોમાં ગેમ ચેન્જર કે પરિવર્તનકારક બનશે. ટ્રાવેલ, ડાઇનિંગ જેવી તમામ કેટેગરીઓમાં અન્ય રોમાંચક ખાસિયતો રિવોર્ડ્ઝ અને મૂલ્ય વધારીને શ્રેષ્ઠ અનુભવ આપશે. અમે અમારી સેવાઓ ઉપયોગ કરવા બદલ વિશિષ્ટ રિવોર્ડ્ઝ અને શ્રેષ્ઠ ફાયદા આપવા આતુર છીએ.”
ગ્રાહકો આ નવી ખાસિયતોનો અનુભવ મેળવવા ક્રેડિટ કાર્ડ્સ રિવોર્ડ્ઝ પોર્ટલ પર લોગિન કરી શકે છે. વધારે જાણકારી મેળવવા અહીં ક્લિક કરોઃ https://www.yesrewardz.com/CreditCard/