પારડી પાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જનજાગૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યા
(પ્રતિનિધિ) પારડી, પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ર૦ર૧ હેઠળ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ દરમિયાન શેરી નાટક કરવામાં આવ્યા હતા આ નાટકમાં ભાગ લેનારાઓને પારડી નગરપાલિકામાં સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીં પાર્ટી નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ હસમુખભાઈ રાઠોડ ઉપપ્રમુખ શ્રી સંગીતાબેન કારોબારી અધ્યક્ષ દેવેન્દ્રભાઈ શાહ તથા અન્ય હોદેદારોની ઉપસ્થિતિમાં પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ર૦ર૧ ચાલી રહ્યું હોય
જે દરમિયાન પાર્ટી શહેરના જુદા જુદા વિસ્તારોમાં જનજાગૃતિ ફેલાય અને લોકો કચરો ના ફેલાવે અને ગંદકી અટકે એ માટે નાટક યોજવામાં આવ્યા હતા નાટકમાં પારડી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પારડી નગરપાલિકાના ઉપરોક્ત તમામ હોદ્દેદારોએ તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરીને સન્માન કર્યું હતું તથા ગામમાં સ્વચ્છતા રહે અને ગંદકી ન ફેલાય એ લોકો કાળજી રાખે એ માટે જનજાગૃતિ હંમેશા ચાલુ રહેશે અને સાફ-સફાઈ હંમેશા ચાલુ રહેશે જેથી આરોગ્ય પણ જળવાઈ રહે.*