Western Times News

Gujarati News

લક્ષ્મી વિલાસ બેંકના વિલયને મંજુરી,૨૦ લાખ ખાતેદાર,૪ હજાર કર્મીને રાહત

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળની આજે બેઠક મળી હતી આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારો સાથેની વાતચીતમાં કેબિનેટના નિર્ણયો અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેંકના ડેવલપમેંટ બેંક ઇડિયા લિમિટેડ (ડીબીઆઇએલ)માં વિલયના પ્રસ્તાવ પર મંજુરી આપી છે આ સાથે જ એટીસીમાં એફડીઆઇને પણ મંજુરી આપવામાં આવી છે.

જાવડેકરે કહ્યું કે આરબીઆઇએ લક્ષ્મી વિલાસ બેંકના ડેવલપમેંટ બેંક ઇન્ડિયા લિમિટેડમાં વિલયનો આદેશ આપ્યો છે તેનાથી ૨૦.૫ લાખ જમાકર્તાઓને રાહત મળશે આ સાથે ૪૦૦ કર્મચારીઓની નોકરી પણ યથાવત રહેશે તેમણે કહ્યું કે સરકારે આરબીઆઇને કહ્યું છે કે કુપ્રબંધન કરી જે બેંકને ડુબવાને આરે લાવે છે એવા દોષિતોને સજા આપવી જાેઇએ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેબિનેટે રાષ્ટ્રીય રોકાણ અને અવસંરચના નિધિ દ્વારા પ્રાયોજિત એનઆઇઆઇએફ રૂણ મંચમાં સરકાર દ્વારા ૬,૦૦૦ કરોડ રૂપિયાની ઇકિવટી રોકાણને મંજુરી આપી છે આ સાથે જ ટેલીકોમ સેકટરમાં એટીસીમાં એફડીઆઇને પણ મંજુરી મળી છે ટાટા સમૂહની કંપની એટીસીના ૧૨ ટકા શેર એટીસી પેસિફિક એશિયાએ લીધા છે.

જાવડેકરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા અને આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિ(સીસીઇએ)ની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે સરકારે આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે મુડી તરીકે હવે ડેટા માર્કેટનો લાભ ઉઠાવવામાં આવશે.

તેમણે કહ્યું કે આ હેઠળ નેશલ ઇનવેસ્ટમેંટ એન્ડ ઇફ્રાંસ્ટ્રકચર ફંડ એનઆઇઆઇએફની સ્થાપના કરવામાં આવી છે કેબિનેટે નિર્ણય લીધો છે કે તેમાં છ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે રોકાણની આ પ્રક્રિયા બે વર્ષમાં પુરી થઇ જશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેનાથી ઇફ્રાસ્ટ્રાકચર વિકાસ માટે બોન્ડ માર્કેટ દ્વારા એક લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્રિત કરાશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.