ભારતમાં કુલ ૯૨ લાખથી વધુ કોરોનાના કેસ: ચોવીસ કલાકમાં ૪૪,૩૭૩ કેસ નોંધાયા
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ મામલા ૯૨ લાખના આંકડાને પાર કરી ગયા છે આ આંકડાને પાર કરવામાં કુલ ૩૦૦ દિવસ લાગ્યા ગત છેલ્લા ચોવીસ કલાકમાં ૪૪,૩૭૬ નવા કેસ નોંધાયા છે જયારે ૪૮૧ લોકોના મોત નિપજયા છે.અત્યાર સુધી દેશભરમાં કુલ ૯૨ લાખ ૨૨ હજાર ૨૧૬ મામલા રેકોર્ડ કરવામાં આવ્યા છે જાે કે ગત ૨૪ કલાકમાં ૩૭,૮૧૬ દર્દી ઠીક પણ થયા છે.
દેશમાં કોરોના વાયરસ સંક્રમણની રિકવરી રેટ હાલ ૯૩.૭૧ ટકા છે જયારે એકિવટ દર્જી ૪.૮૨ ટકા છે. કોરોના વાયરસથી દેશમાં મોતની સરેરાશ દર ૧.૪૬ ટકા છે જયારે પોઝિટીવીટ રેટ ૩.૮૨ ટકા છે ગત ૨૪ કલાકમાં ઠીક થયેલ દર્દીઓની સંખ્યા ૨૭,૮૧૬ છે અત્યાર સુધી દેશભરમાં કુલ ૮૬,૪૨,૭૭૧ દર્દી કોરોના વાયરસ સંક્રમણથી ઠીક થઇ ચુકયા છે જયારે દેશભરમાં અત્યાર સુધી ૧,૩૪,૬૯૯ લોકોના મોત કોરોના સંક્રમણથી થઇ ચુકયા છે.
હાલ દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ એકિટવ મામલાની સંખ્યા ૪,૪૪,૭૪૬ છે દેશભરમાં ગત છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૧૧,૫૯,૦૩૨ નમુનાની તપાસ કરવામાં આવી છે. જયારે અત્યાર સુધી ૩૦૦ દિવસોમાં પુરા દેશમાં ૧૩ કરોડ ૪૮ લાખ ૪૧ હજાર ૩૦૭ નમુનાની ટેસ્ટિંગ થઇ ચુકી છે.
કોરોના વાયરસથી ફેલાનાર મહામારીનો પ્રકોપ ગત એક વર્ષથી દુનિયાભરમાં આતંક મચાવી રહી છે હિન્દુસ્તાનમાં આ રોગની ચપેટમાં આવનારાઓની સંખ્યા પહેલીવાર એક લાખ સુધી પહોંચવામાં ૧૧૦ દિવસનો સમય લાગ્યો હતો પરંતુ ત્યારબાદ તેની ગતિ વધતી ગઇ અને દેશમાં ેક એક લાખ નવા કેસ ફકત એક બે દિવસમાં જાેડાવા લાગ્યા હવે ગત મહીનાથી સંક્રમણ ફેલાલલાની ગતિ કેટલીક ધીમી થઇ છે પરંતુ રોગ માટે કોઇ યોગ્ય દવા ન આવવા સુધી સતર્કતા રાખવી ખુબ જ જરૂરી છે.HS