Western Times News

Gujarati News

યુએનમાં ખોટું ડોેઝિયર રજુ કરવા પર ભારતે પાકિસ્તાનની ટીકા કરી

ન્યુયોર્ક, સંયુકત રાષ્ટ્રમાં ખોટા ડોઝિયરને લઇ ભારતે પાકિસ્તાનની કડક ટીકા કરી છે ભારતે કહ્યું કે પાકિસ્તાન માટે મનગઢંત અને ખોટી કહાની ગઢવી કોઇ નવી વાત નથી પાકિસ્તાન યુએન તરપથી બિનકાનુની કરાર આતંકીઓને આશ્રય આપે છે.
હકીકતમાં પાકિસ્તાને સંયુકત રાષ્ટ્ર મહામંત્રી એટોનિયા ગુટેરસને એક ડોઝિયર આપ્યું છે જેમાં તે ભારત પર આતંકવાદ ઉડકાવવાનો આરોપ લગાવી રહ્યું છે પાકિસ્તાને આ ડોઝિયર ભારત તરફખી મોકલવામાં આવેલ ડોઝિયરના એક દિવસ બાદ મોકલ્યું છે તાજેતરમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન જેશ એ મોહમ્મદના ચાર આતંકવાદીઓએ ભારતમાં ઘુષણખોરી કરી હતી જેથી તેમણે દેશની સજાગ સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના નગરોટામાં અથડામણમાં ઠાર માર્યા હતાં.

ભારત તરફથી સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કેટલાક સભ્યોને નગરોટા અથડામણમાં સંબંધિત એક ડોઝિયર મોકલ્યું હતું ત્યારબાદ પાકિસ્તાને ભારત પર આતંકવાદનો આરોપ લગાવતા કહ્યું કે પોતાના ડોઝિયર મોકલ્યું છે. પાકિસ્તાનના આ પગલાનો જવાબ આપતાં ભારતના પ્રતિનિધિ ટી એસ ત્રિમૂર્તિએ કહ્યું કે પાકિસ્તાન તરફથી આપવામાં આવેલ ખોટું ડોઝિયર શૂન્ય વિશ્વસનીયતા ધરાવે છે.

તેમણે આગળ કહ્યું કે પાકિસ્તાન માટે મનગઢંત અને ખોટી કહાની ગઢવી કોઇ નવી વાત નથી આગળ તેમણે કહ્યું કે શું તમને એબટાબાદ યાદ છે પાકિસ્તાન સંયુકત રાષ્ટ્ર તરફથી બિનકાનુની કરાર કરવામાં આવેલા આતંકીઓને આશ્રય આપે છે.
એ યાદ રહે કે બે મે ૨૦૧૧ના રોજ પાકિસ્તાને એબટાબાદમાં અમેરિકા સુરક્ષા દળોએ અમેરિકામાં થયેલ હવાઇ હુમલાના માસ્ટર માઇન્ડ ઓસામા બિન લાદેનને ઠાર માર્યો હતો. તેને પાકિસ્તાનમાં ખુદ છુપાવી રાખ્યો હતો. પાકિસ્તાને અનેક વર્ષોથી ઓસામાના ત્યાં હોવાની વાત છુપાવી હતી. એ યાદ રહે કે ૧૯ નવેમ્બરે જમ્મુ કાશ્મીરના નગરોટાના આતંકવાદીઓ અને પોલીસ દળેો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં ચાર આતંકી માર્યા ગયા હતાં અને બે પોલીસ કર્મચારીઓનંે ઇજા થઇ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.