લાલુ સાથે સરકાર તોડવાને લઇ વાત થઇ હતી: લલન પાસવાન
પટણા, બિહાર વિધાનસભા અધ્યક્ષ પદની ચુંટણી આજે યોજાઇ હતી જેમાં એનડીએના ઉમેદવાર અધ્યક્ષ તરીકે ચુંટાઇ આવ્યા છે. આ પહેલા રાજદના સુપ્રીમ લાલુ પ્રસાદ યાદવનો એક કહેવાતો ઓડિયો કિલપ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એનડીએના ધારાસભ્યને મંત્રી પદની ઓફર આપી બળવો કરવા માટે ઉશ્કેરી રહ્યાં છે જયારે જે ધારાસભ્યને લાલચ આપવામાં આવી તેમણે સજા ભોગવી રહેલ નેતા સાથે વાત કરી હોવાની વાત સ્વીકારી હતી.
જદયુના ધારાસભ્ય લલન પાસવાને કહ્યું કે લાલુ પ્રસાદ યાદવે મંગળવારે રાતે તેમને ફોન કર્યો અને પાર્ટીમાં બળવો કરી વર્તમાન સરકારને અસ્થિર કરવાની વાત કહી હતી.પાસવાને કહ્યું કે ચુંટણી જીત્યા બાદ સતત અભિનંદનના કોલ આવી રહ્યાં હતાં.એવામાં મને લાગ્યું કે કોઇ એવો જ કોલ આવ્યો આથી મારા પીએએ ઉઠાવ્યો તેમણે કહ્યું કે લાલાજી વાત કરવા ઇચ્છે છે ત્યારબાદ મેં વિચાર્યું કોણ લાલુ પ્રસાદ જી ત્યાંથી જણાવાયુ રાંચીથી ત્યારે મેં તેમને પ્રણામ કર્યા ત્યારબાદ લાલુજીએ વાતચીતમાં કહ્યું કે અધ્યક્ષને હરાવવાના છે તાકિદે હરાવવાના છે બિહાર સરકારને તોડા પાડવાની છે આમ કર્યા બાદ તમને મંત્રી બનાવવાાં આવશે અમે આમ કરવાનો ઇન્કાર કરી દીધો.HS