ભાવનગરમાં પતિ-પત્નીએ સજોડે આપઘાત કરી લીધો
ભાવનગર: ભાવનગર જિલ્લામાં આજે દેવદિવાળીએ જ કરૂણ ઘટના સામે આવી છે. જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામે એક પતિ-પત્નીએ સજોડે આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની ઇન્સાઇડ સ્ટોરી જાણીને આંચકો લાગે તેવી હકિકતો સામે આવી રહી છે.
જોકે, આ આપઘાત કરનાર યુગલ ૩૫વર્ષની ઉંમરનું જ હતું જેથી તેમના બાળકો નિરાધાર થઈ ગયા છે.
બનાવની વિગત એવી છે કે આજે સિહોરના આંબલા ગામે એક યુગલે આપઘાત કરી લીધો હોવાના સમાચારો સામે આવ્યા છે. મૃતક ભાવુબેન અને ચકુભાઈ વાઘેલાએ આજે ડુગરની ધાર પર જઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. જોકે, આ કરૂણ ઘટનામાં નિર્દોશ સંતાનો નિરાધાર બન્યા છે.
જિંદગી ટૂંકાવી લેનાર ચકુભાઈ જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો હતો. તેને સંતાનાં બે દીકરા અને એક દીકરી છે. ચકુ વાઘેલા ૩૦૩ના ગુનામાં રાજકોટમાં જેલવાસ ભોગવી રહ્યો હતો અને ગઈકાલે તેના પેરોલનો અંતિમ દિવસ હતો.
જેલમાં જવાના અંતિમ દિવસે જ ચકુ વાઘેલાએ પત્ની ભાવુબેન સાથે આપઘાત કરી લીધો હતો. તેમણે આંબલા ગામની ધારે આવેલા ડુંગરે જઈને આપઘાત કરી લીધો હતો. જોકે, આ તેમના આ પગલાના કારણે ૩ સંતાનો નિરાધાર બની ગયા છે.
ઘટનાની જાણ થતા પરિવારે પોલીસ અને એમ્બ્યુલન્સને બોલાવી હતી અને તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. જોકે, તપાસના અંતે તેમણે કોઈ અંતિમ ચિઠ્ઠી લખી છે કે નહીં તે જાણવા મળશે પરંતુ આ ઘટના કારણે સમગ્ર સિહોર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.