Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૫૪૦ કેસ આવ્યા

Files Photo

ગાંધીનગર, ભારતમાં તહેવારો પછી કોરોના વાયરસનો કહેર વધતો જાય છે. આમ તો રિપોર્ટ અનુસાર ભારત કોરોના વેક્સીનની અત્યંત નજીક પહોંચી ચૂક્યું છે. હવે બસ ઈમર્જન્સી અપ્રૂવલ મળી જવાની રાહ જોવાઈ રહી છે. એકબાજુ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઈમર્જન્સી અપ્રૂવલ માટેની કોશિશમાં લાગી છે તો બીજી બાજુ કોરોનાનું સંક્રમણ વધું ફેલાતું અટકાવવા પંજાબ અને ગુજરાત જેવા રાજ્યોમાં અમુક શહેરોમાં તો નાઈટ કર્ફ્‌યૂ પણ લગાવવામાં આવ્યો છે. ૨૪ કલાકમાં દિલ્હીમાં સૌથી વધુ ૬૨૨૪ કેસ તેમજ ૫૪૩૯ કેસ સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે છે તો ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં ૧૫૪૦ કેસ સાથે કોરોનાનો કુલ આંકડો પણ ૨૦૧૯૪૯ થયો છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૯૧,૪૫૯ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.

જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૭૪,૮૦,૭૮૯ થયો છે. રાજ્યમાં ૧૫૪૦ નવા દર્દીઓ સામે ૧૨૮૩ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧,૮૩,૭૫૬ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૧૪૦૭.૬ ટેસ્ટ થાય છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૯૪,૬૦૭ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૪,૯૪,૪૭૫ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૧૩૨ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૪૨૮૭ એક્ટિવ કેસ છે. જેમાંથી ૯૬ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૪૧૯૧ની સ્થિતિ સ્ટેબલ છે. તહેવારો પછી રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે.

રાજ્યમાં આજરોજ કોવિડ ૧૯ના કારણે કુલ ૧૪ વ્યક્તિઓના દુઃખદ મોત નીપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૯ મોત, બોટાદ અને વડોદરા કોર્પોરેશનમાં ૧-૧, સુરત કોર્પોરેશનમાં ૨ અને અમદાવાદમાં ૧ મોત નોંધાયા છે. જેથી રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૪ મોત નીપજ્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.