હવે ક્યારેય મારા પુત્રને નહીં મળું : કુમાર સાનૂનો દાવો
મુંબઈ: બિગ બૉસ ૧૪માં સિંગર જાન કુમાર સાનૂ એન્ટ્રી લીધા હતી. જો કે ગત સપ્તાહે જ તેમણે બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા હતા. શોમાં નિક્કી તંબોલીની સાથે ચર્ચામાં જાને પર્સનલ લાઇફને લઇને અનેક વાતો કરી હતી. જેના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. હવે પિતા કુમાર સાનૂ પ્રતિક્રિયા આપી છે. જાન કુમારે પોતાની પર્સનલ લાઇફ મામલે ખુલાસો કરતા કહ્યું હતું કે કુમાર સાનૂએ કદી પણ મારી મા કે મારી જવાબદારી નથી લીધી. આ મામલે કુમાર સાનુએ હવે ચુપ્પી તોડી છે. તેણે કહ્યું કે પુત્રની વાતો સાંભળીને તેમને ખૂબ જ દુઃખ થયું છે.
તેમણે કહ્યું કે મારી પાસે દરેક વાતના પુરવા છે કે તે એ લોકોનું કેટલું ધ્યાન રાખ્યું. અને હવે મારા માટે આવું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે કુમાર સાનૂએ સફાઇ આપતા કહ્યું કે લોકોએ તે વીડિયો ફરીથી જોવો જોઇએ. બોલીવૂડ લાઇફથી વાત કરતા કુમાર સાનૂએ કહ્યુ કે મેં તેને નાલાયક નથી કહ્યો. મેં તેને કહ્યું કે તેને નાલાયક વાતો ન કરવી જોઇએ. સિંગરે તે પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં રહો છો
તો મરાઠી અને મહારાષ્ટ્રનું સન્માન પણ કરો. કુમાર સાનૂ કહ્યું તે ખૂબ જ નાનો હતો ક્યારે ત્યારે ૨૦૦૧માં મારા તેની માતા સાથે છૂટાછેડા થયા. મેં તેની માતાને જે પણ વસ્તુ માંગી તે આપી. તેણે કોર્ટ દ્વારા મારો બંગલો આશિકી માંગ્યો હતો. હું મારા પુત્રને મળતો રહ્યો છું. પણ હવે તે મને ઇચ્છશે તો પણ હું તેને નહીં મળું. સોનૂ કહ્યું કે તેણે મને શોમાં લેવાની વાત કરી તો મેં તેને શોમાં લીધો. તેણે કહ્યું કે થોડા મ્યુઝિક ડાયરેક્ટરથી પ્રોડ્યૂસરથી મેળવી આપો. તો મેં તેને રમેશ તૌરાની અને બાકી કેટલાક લોકોને મેળવ્યો.
હવે તે લોકો તેને કામ આપે કે ના આપે તે તેની ટેલેન્ટ પર ર્નિભર કરે છે. સિંગરે કહ્યું કે તમે જ કહો કે નામ સિવાય મેં તેને કંઇ જ નથી આપ્યું. તો આજે તે આટલો મોટો કેવી રીતે થઇ ગયો. તે તો ખૂબ જ નાનો હતો ત્યારે કોઇ કમાનાર પણ નહતા. મને કોરોના થયો હતો તો મને તે ઘરેથી એક કોલ પણ નહતો આવ્યો. સાનૂ કહ્યું કે તેને જ્યારે પણ કંઇ જોઇએ છે તે મારી સાથે પ્રેમથી વાત કરે છે.