કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડયનો પર ૩૧ ડિસેમ્બર સુધી રોક
નવીદિલ્હી, કોરોના સંકટને કારણે ડીજીસીએ ભારતમાં કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડયનોની અવરજવર પર રોક ૩૧ ડિસેમ્બર સુધી વધારી દીધી છે દેશમાં ૩૧ ડિસેમ્બર સુધી ન કોઇ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડયન ભારતથી બહાર જશે અને ન તો બીજા દેશની આવી શકશે જાે કે આ દરમિયાન વંદે ભારત મિશન હેઠળ દનારી ખાસ ઉડયનો જારી રહેશે આ પહેલા ડીજીસીએએ ઇટરનેશનલ ફલાઇટ પર રોક ૩૦ નવેમ્બર સુધી વધારવાનો આદેશ આપ્યો હતો.
દેશમાં કોરોના મહામારીનું સંકેટ હજુ જારી છે કોરોનાના કેસો વધી રહ્યાં છે. આ વર્ષ ૨૩ માર્ચથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડયનો પર પ્રતિબંધ લાગુ થયો છે ત્યારે ઘરેલુ વિમાન સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી હતી પરંતુ ૨૫ મેથી ઘરેલુ ઉડયન ફરીથી શરૂ કરી દેવામાં આવી હતી.HS