જમ્મુમાં પીડીપીની કચેરી પણ સરકારી જમીન ઉપર હોવાનો ખુલાસો
શ્રીનગર, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ બાદ હવે પીડીપીનું કાર્યાલય પણ સરકારી જમીન પર બનાવાયેલું હોવાનો ખુલાસો થયો છે જમ્મુ તાલુકા તરફથી સરકારી જમીન પર ગેરકાયદે કબજા સાથે સંબંધિત જારી કરવામાં આવેલ ત્રીજી યાદીમાં પીડીપીના સુંજવા કાર્યાલય સરકારી જમીન પર અતિક્રમણ કરી બનાવવામાં આવ્યું હતું તેમ જણાવાયુ છે આ યાદીમાં સેવાનિવૃત આઇજી,એસએસપી અને પીડીપી નેતાઓના નામ પણ સામેલ છે.
દરમિયાન કાશ્મીર તાલુકા મંડળે ૨૫ હજાર કરોડના રોશન કૌભાંડમાં સામેલ સાત જીલ્લાના ૨૨૪ લોકોની ત્રીજી યાદી જારી કરી છે તેમાં મોટાભાગના વ્યવસાયી અને સરકારી કર્મચારીઓ બતાવવામાં આવ્યા છે.જમ્મુ તાલુકા કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલ નવી યાદી અનુસાર સુંજવામાં ત્રણ કનાલ ભૂમિક પર બનેલ પીડીપી કાર્યાલયને સરકારી જમીન પર અતિક્રમણ જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત છન્ની રામામાં પીડીપી નેતા તાલિબ ચૌધરીના બે કનાલ પર બનાવેલ આવાસ અને દુકાનો સરકારી જમીન પર બનેલ છે.
યાદીમાં માહિતી આપવામાં આવી છે કે નિવૃત એસએસપી ર્મિઝંા રશીદે સુંજાવામાં ત્રણ કનાલ સરકારી અને વન ભૂમિ પર આવાસ બનાવ્યું છે સેવાનિવૃત આઇપીજીપી નિસાર અલીએ છન્ની રામામાં ત્રણ કનાલ સરકારી ભૂમી પર આવાસ બનાવ્યું છે. કોંગ્રેસના મંત્રી રહેલ એજાજ ખાનના સંબંધી જેહન ખાનના સુંજવામાં બે કનાલ સરકારી ભૂમિ પર આવાસ છે વ્યાપરી હાજી સુલ્તાન અલી તીસ કનાલ ભૂમિ કબજાે કરી અહીં આવાસ બનાવેલ છે. વ્યાપરી હાજી સુલ્તાન અલીએ છન્ની રામામાં એક કનાલ પાંચ મરલા સરકારી ભૂમિ પર વ્યાવસાયિક કોમ્પ્લેક્ષ પણ બનાવ્યું છે.
દરમિયાન કાશ્મીર તાલુકા મંડળ કાર્યાલય તરફથી જારી રોશની કૌભાંડમાં સામેલ લોકોની ત્રીજી યાદીમાં સાત જીલ્લાના ૨૨૪ લોકોના નામ છે. આ લોકોએ રોશની એકટની આડમાં જમીન પર કબજાે કર્યો છે.૨૩ નવેમમ્બરે જારી યાદીમાં એ વાત સામે આવી હતી કે નેકાં અને કોંગ્રેસની કચેરી શ્રીનગરમાં રોશની એકટ હેઠળ હાંસલ જમીન પર બનેલ છે. જાે કે પીડીએ તેનો ઇન્કાર કર્યો છે.HS