દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય કોરોના સંક્રમિત
નવીદિલ્હી, દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયની કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે આ માહિતી તેમણે ખુદ પોતાના ટ્વીટર હૈડલથી આપી અને તેમના સંપર્કમાં આવેલા લોકોથી પણ ટેસ્ટ કરાવવાની અપીલ કરી. ગોપાલ રાયે પોતાના ટિ્વટર પર માહિતી સંયુકત કરતા લખ્યું કે શરૂઆતી લક્ષણ બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગત કેટલાક દિવસોમાં જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે મહેરબાની કરી તે પોતાનું ધ્યાન રાખે અને ટેસ્ટ કરાવી લે.
ગોપાલ રાય પહેલા દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ કોરોના સંક્રમિત થઇ ચુકયા છે. આ સાથે જ આપ ધારાસભ્ય આતિશી અને અન્ય અનેક આપના ધારાસભ્ય અને નેતા પણ કોરોના સંક્રમિત થઇ ચુકયા છે જાે કે હાલ તમામ સ્વસ્થ છે.HS