કોંગ્રેસ સંગઠનને મજબુત કરવા કોઇ પ્રયાસ કરી રહી નથી: સિબ્બલ
નવીદિલ્હી, લોકસભામાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત જેવા વરિષ્ઠ નેતાઓના હુમલા વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે વરિષ્ઠ નેતૃત્વ પર ફરી હુમલો કર્યો છે. સોનિયા ગાંધીને પત્ર લખનારાઓમાંથી એક એવા નેતાએ ત્યા સુધી કહી દીધુ છે કે કોંગ્રેસ પાર્ટી દેશમાં અસરદાર વિરોધ પક્ષ રહી નથી તેમણે આ વાત એક ન્યુઝ સાથેની મુલાકાતમાં કહી હતી.
સિબ્બલે દાવો કર્યો છે કે કોંગ્રેસ પોતાના સંગઠનને મજબુત કરવા માટે કોઇ પ્રયાસ કરી રહી નથી તેમણે એક વર્ષથી પણ વધુ સમયથી કોંગ્રેસ અધ્યક્ષ પદની ચુંટણી નહીં થવાના મુદ્દા પર ફરીથી સવાલ ઉઠાવી પાર્ટીના કામકાજની પધ્ધતિ પર ભાર નારાજગી વ્યકત કરી તેમણે કહ્યું કે દોઢ વર્ષ સુધી કોઇ પાર્ટી નેતા વગર કેવી રીતે કામ કરી શકે કોંગ્રેસના કાર્યકરોને ખબર નથી કે તેમને કયાં જવાનું છે. પૂર્વ મંત્રીએ કહ્યું કે તાજેતરની ચુંટણીઓથી સ્પષ્ટ થઇ ગયુંછે કે યુપી જેવા રાજયોમાં કોંગ્રેસનો કોઇ પ્રભાવ બચ્યો નથી આ ઉપરાંત ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજયોમાં જયાં કોંગ્રેસનો સીધો મુકાબલો ભાજપથી હતો ત્યાં પરિણામ ખુબ ખરાબ આવ્યા સિબ્બલે કહ્યું કે જયાં પણ સીધી ભાજપ સાથે ટકકર થાય છે ત્યાં તે અસરદાર વિકસ્પ સાબિત થઇ રહી નથી કંઇકને કંઇક તો જરૂર ખોટું થઇ રહ્યું છે આપણે તેને લઇ કંઇને કંઇ કરવું જ પડશે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે તેમણે જુલાઇ મહીનામાં સંસદીય સમુહની બેઠકમાં આ મુદ્દોે ઉઠાવ્યો ત્યારબાદ ૨૩ નેતાઓએ ઓગષ્ટમાં કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો પરંતુ કોઇ ચર્ચા થઇ નહીં અમારો કોઇ સંપર્ક કરવામાં આવ્યો નથી સિબ્બલે બિહાર વિધાનસભા ચુંટણી અને કેટલાક રાજયોની પેટાચુંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનનો મુદ્દો ઉઠાવ્યો તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત,અધીર રંજન ચૌધરી અને દિલ્હી પ્રમુખ અનિલ ચૌધરીએ સિબ્બલની ટીકા કરી હતી ગહલોતે ટ્વીટ કરી સિબ્બલને કહ્યું હતું કે કપિલ સિબ્બલે અમારા આંતરિક મામલાને મીડિયામાં ચર્ચા કરવાની જરૂર ન હતી તેનાથી દેશભરમાં પાર્ટી કાર્યકરોની ભાવનાઓને ઠેસ પહોંચે છે.HS