માસ્ક વગર બિન્દાસ્ત ધંધો કરતા વેપારીઓ અને ફેરિયાઓએ દંડાત્મક કાર્યવાહી
મોડાસામાં વહીવટી તંત્ર અને પોલીસતંત્ર રોડ પર ઉતર્યું : માસ્ક-અપ અભિયાન હેઠળ વેપારીઓ ધંધાર્થીઓને દંડ ફટકાર્યો
અરવલ્લી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર સજ્જ બન્યું છે કોરોનાનું હોટસ્પોટ બનેલ મોડાસા શહેરમાં મોટા ભાગના વેપારીઓ-ધંધાર્થીઓ અને ફેરિયાઓ અને લોકો માસ્ક પહેરતા ન હોવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવતા ન હોવાથી આગામી સમયમાં કોરોના બૉમ્બ વિસ્ફોટ થવાની ભીતી સેવાઈ રહી છ
ત્યારે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્રએ માસ્ક-અપ અભિયાન હાથધરી ફૂટમાર્ક યોજી હતી અને માસ્ક પહેર્યા વગર ધંધો કરતા વેપારીઓ અને ફેરિયાઓને દંડ ફટકારવાની સાથે લોકોને મફત માસ્ક વિતરણ કરવાની સાથે માસ્ક ફરજીયાત પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.
મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા વહીવટી તંત્ર અને પોલીસતંત્ર સાબદું થયું છે મોડાસા પ્રાંત અધિકારી મયંક પટેલ, મામલતદાર અરૂણદાન ગઢવી, ટાઉન પીઆઈ સી પી વાઘેલા સહીત તેમની ટીમે મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણ અંગે જનજાગૃતિ અભિયાન હેઠળ ફૂટમાર્ક યોજી હતી
તેમજ શહેરમાં માસ્ક વગર ધંધો કરતા અને ભીડ એકથી કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી દંડાત્મક કાર્યવાહી કરી માસ્ક વગરના લોકોને માસ્કનું મફત વિતરણ કર્યું હતું મોડાસા શહેરમાં વહીવટી તંત્ર અને પોલીસતંત્રની સરકારી ગાડીઓ સાથેના કાફલાએ લોકોમાં કુતુહુલ સર્જ્યું હતું
માસ્ક વગર બિન્દાસ્ત ધંધો કરતા વેપારીઓ અને ફેરિયાઓએ દંડાત્મક કાર્યવાહી થી બચવા અનેક બહાના બનાવ્યા હતા અને આજીજી કરતા નજરે પડ્યા હતા ત્યારે વહીવટી તંત્ર અને પોલીસતંત્રની કામગીરીને લોકોએ આવકારી હતી
વહીવટી તંત્ર અને પોલીસતંત્રની માસ્ક અપ અભિયાન હેઠળની કામગીરીથી રોડ પર અડિંગો જમાવી બેઠેલા ફેરિયાઓમાં ભારે ભાગદોડ મચી હતી મોડાસા શહેરમાં ફેરિયાઓ માસ્ક પહેરતા ન હોવાથી સુપર સ્પ્રેડર બની શકે છે