અમદાવાદમાં પ્રેમીએ અંગત તસવીર વાઇરલ કરતા ચકચાર

અમદાવાદ: શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી એક ૪૩ વર્ષીય મહિલાને પતિએ તરછોડી દેતા અન્ય યુવક સાથે પ્રેમ કરવું ભારે પડ્યું છે. સતત મળવાની સાથે મહિલાએ આ પ્રેમી સાથે પોતાની મરજીથી શારીરિક સંબંધ પણ બાંધ્યા પણ મળવા માટે દબાણ કરતા આ મહિલાએ પ્રેમીને સબન્ધ રાખવાની મનાઈ કરી હતી. સંતાનો મોટા હોવાથી આ અશોભનીય હોવાનું જણાવી મહિલાએ પ્રેમી સાથે સબન્ધ પુરા કર્યા હતા. જેથી પ્રેમીએ આ મહિલા સાથે માણેલી અંગત પળોના ફોટો મહિલાના સંતાનો અને ભત્રીજી ને મોકલી દિધા હતા.
આ પ્રેમ-શારિરકી સંબંધ અને દગાની ચકચારી ઘટનાની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના એલિસબ્રિજ આંબાવાડી વિસ્મારમાં રહેતી ૪૩ વર્ષીય મહિલાના આશરે ૩૦ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. સંતાનમાં તેમને બે દીકરી તથા એક દીકરો છે. લગ્ન બાદ પંદરેક વર્ષ પહેલા આ મહિલાને તેનો પતિ તરછોડી જતો રહ્યો અને બીજા લગ્ન કર્યા હતા. આ મહિલા ગુપ્તાનગર ખાતે કેટરિંગ વ્યવસાયમાં કામ કરતી હતી. ત્યારે તેને વટવાનાં મિતેષ પરમાર નામના એક યુવક સાથે સાથે પ્રેમ થઈ ગયો હતો.
મિતેષ સાથે પ્રેમ થતા જ બંને હરવા ફરવા જતા અને શારિરીક સુખ પણ માણતા હતા. અવાર નવારમળવા માટે મિતેષ આ મહિલા ને દબાણ કરતા મહિલાએ સંતાનો હોવાથી આ યોગ્ય ન હોવાનું જણાવી ત્રણેક માસ પહેલા મિતેષ સાથે પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો. મહિલાનો આક્ષેપ છે કે તેના ર્નિણય બાદ મિતેષે અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં એક દિવસ આ મહિલાને તેના પુત્રએ જણાવ્યું કે તેમની ભત્રીજી અને પુત્રીના ફોનમાં તેમના અંગત પળો માણતા ફોટો આવ્યા છે.
આખરે કંટાળીને મહિલાએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમે આ અંગે તપાસ શરૂ કરી છે. પોતાના સંતાનો પાસે મહિલાની તસવીરો આવી જતા મહિલા મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી. આખરે મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, સમાજના બંધનોમાં આ પ્રકારના સંબંધો રાખવા કટેલા યોગ્ય છે એ પણ એક સવાલે છે ત્યારે આ કિસ્સો સામાજિક ચેતવણી સમાન છે જેમાં મર્યાદાઓનું ખંડન થતા કેવા ગંભીર પરિણામો આવી શકે તે જાણવા મળે છે.