Western Times News

Gujarati News

ભરૂચ નજીક ગોલ્ડન બ્રીજની સપાટી ૧૬ ફૂટે પહોંચતા નર્મદા ખળખળ વહેતી થઈ

નર્મદા નદી માં નવા નીર આવતા માછીમારો પોતાની બોટ સાથે માછીમારી ઉત્સુકતા સાથે બોટ માં માછીમારી ની જાળ બનાવતા નજરે પડ્યા.

(વિરલ રાણા, ભરૂચ) સમગ્ર ગુજરાત માં ભારે વરસાદ ના પગલે ઉપરવાસમાં પાણી ની આવક થતા અને કરજણ ડેમ માંથી સતત બે દિવસ થી પાણી નો પ્રવાહ નર્મદા નદી માં છોડવામાં આવ્યો છે.ત્યારે ગતરોજ ૭૫૦૦૦ કયુસેક પાણી છોડાતા ભરૂચ માં છ વર્ષ બાદ નર્મદા નદી બે કાંઠે થતા ખેડૂતો અને માછીમારો સહિત લોકોમાં ખુશીની લહેર ઉઠી છે.જો કે કરજણ ડેમ માં પાણી ની આવક ઘટતા ૬ પૈકી ના ૪ દરવાજા બંધ કરી દેતા ૨ દરવાજા માંથી પાણી નો પ્રવાહ છોડવામાં આવી રહ્યો હોય જે ભરૂચ ની ગોલ્ડન બ્રિજ ની સપાટી માં વધારો થતાં નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.

ગુજરાતમાં નર્મદા ડેમની ઊંચાઈ ૧ર૧ મીટરથી વધારી ૧૩૮ મીટર કરાતા નર્મદા નદીનો મૃત્યુઘંટ વાગ્યો હતો.જ્યારે નર્મદા ડેમની ઊંચાઈ ૧૨૧ મીટરની હતી.ત્યારે ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતો અને નર્મદા નદી ભરૂચમાં બે કાંઠે વહેતી થતી હતી.ઊંચાઈ વધ્યા બાદ છેલ્લા છ ચોમાસામાં એક પણ વખત ડેમ ઓવર ફ્લો થયો નથી.નર્મદા ડેમ ઓવરફ્લો થવાની સંભાવના પણ નથી. જેના કારણે નર્મદા નદી સુકીભઠ્ઠ બની હતી.

પરિણામે ભરતી દરમિયાન દરિયાના ખારા પાણી નર્મદા નદીમાં ૬૦ કિલોમીટર સુધી અંદર પ્રવેશી ચૂક્યા હતા.જેની ઘાતક અસરો ભરૂચ જિલ્લા પર ઉભી થઈ હતી. પરિણામે ભરૂચના લોકોએ નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવા માટે આંદોલનની શરૂઆત કરી હતી.ભરૂચની જનતાનો અંતર્નાદ સરકારે તો ન સાંભળ્યો પરંતુ મેઘરાજાએ સાંભળ્યો હોય તેમ તે મન મૂકીને વરસ્યા છે. જેને જઈ ભરૂચની નર્મદા નદી બે કાંઠે થઈ છે.જેનાથી નર્મદા નદીના કિનારાના ગામોના જળસ્ત્રાવ, જમીનમાં સુધારો આવવા સાથે માછીમારો માટે નર્મદા નદીના પાણી આશીર્વાદરૂપ બન રહેશે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ વાસીઓએ નર્મદા નદી બે કાંઠે વહેતી થશે તેવી આશાઓ છોડી દીધી હતું પંરતુ સમગ્ર ગુજરાત માં મેઘ મહેરબાન થતાં પાણી નો પ્રવાહ નર્મદા નદી માં આવતા ૬ વર્ષ બાદ ફરી એકવાર પાવન સલીલા માં નર્મદા નદી બે કાંઠે વહેતી થતા લોકો ખુશી સાથે ધન્યતા અનુભવી રહ્યા છે.

સુકીભટ્ટ બનેલી નર્મદા ને જીવંત કરવામાં સ્થાનિક રાજનેતાઓ ની નેતાગીરી નબળી પણ મેઘ મહેરબાન થતાં નર્મદા બે કાંઠે.

સમગ્ર પાવન સલીલા માં સુકીભટ્ટ બની જતા લોકો ની લાગણી દુભાઈ હતી અને માછીમારો ની રોજગારી પણ છીનવાઈ ગઈ હતી.ત્યારે આવા સમય માં નર્મદા ને જીવંત રાખવા માટે આંદોલનો પણ કર્યા.નેશનલ ગ્રીન ટ્યુબીનલ માં પીટીશન પણ દાખલ કરી છતાં પણ નર્મદા નદી માં પાણી આવ્યા ન હતા.પરંતુ કુદરત ના પ્રકોપ ના કારણે સમગ્ર ગુજરાત ભર માં મેઘ મહેરબાન થતા કરજણ ડેમ ના પાણી આવતાં ફરી એકવાર નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ માં નર્મદા ક્યારેય લુપ્ત નહીં થાય તેવું નર્મદા ઓવારે ધાર્મિક વિધિ કરાવતા ભૂદેવો નું કહેવું છે.તો બીજી તરફ નર્મદા નદી માં પાણી લાવવા માટે સ્થાનિક નેતાગીરી નબળી રહેતા આખરે મેઘ મહેર થતાં હાલ નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.