લાલ વાવટા જનરલ વર્કર્સ યુનિયન રાષ્ટ્રવ્યાપી હડતાળના સમર્થનમાં મોડાસા શહેરમાં રેલી યોજી
પોલીસે ૪૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી
કેન્દ્ર સરકાર બેંકોના વિલીનીકરણ દ્વારા હાલના કર્મચારીઓ પર કામનો બોજ વધારી રહી હોવાની સાથે કેન્દ્ર સરકારે કેટલાક લેબર લૉમાં કરેલા ફેરફારો કર્મચારી વિરોધી હતા એટલે એનો અમે વિરોધ કરીએ છીએ. લેબર લૉના આ સુધારા સરકારે રદ કરી દેવા જોઇએ. નવા લેબર લૉ કોર્પોરેટ હિતમાં છે કર્મચારીઓના હિતમાં નથી અને આ કાયદા સામે અમને કોઇ પ્રકારનું રક્ષણ મળતું હોવાનું જણાવી ઓલ ઇન્ડિયાના બેંક અને ઈન્સુરન્સ એસોસિએશની રાષ્ટ્રવાપી હડતાળના સમર્થનમાં મોડાસા શહેરમાં લાલ વાવટા જનરલ વર્કર્સ યુનિયને સમર્થન જાહેર કરી કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રેલી યોજતા ટાઉન પોલીસે ૩ મહિલા કાર્યકર્તા સાથે ૪૦ જેટલા લોકોની અટકાયત કરી હતી ટાઉન પોલીસે મહિલા પોલીસ કર્મીઓ વગર મહિલાઓની અટકાયત કરી હોવાનો આક્ષેપ લાલ વાવટાના કાર્યકરોએ કરી હતી
મોડાસા શહેરમાં લાલ વાવટા જનરલ વર્કર્સ યુનિયન એસોસિએશનના અગ્રણી ડાહ્યાભાઈ જાદવની આગેવાની હેઠળ એસોસિએશનના સદસ્યોએ બસ સ્ટેન્ડથી ચાર રસ્તા સુધી રેલી યોજી સરકારી સાહસોનું ખાનગીકરણ બંધ કરવા,તાજેતરમાં લવાયેલ કૃષિ બિલ રદ કરવા અને સહિતની માંગો સાથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ બેનર પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કરતા ટાઉન પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી ટાઉન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા