કોવિડને ન્યાયિક કાર્યો પર અસર નાખી,કેસ ઉકેલવાનો ગંભીર પ્રયાસ: સીજેઆઇ
નવીદિલ્હી, દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું કે કોવિડ ૧૯ના ન્યાયિક કાર્યો પર પણ અસર પડી છે પરંતુ લટકેલા કેસો માટે તેના ઉકેલનો ગંભીર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સીજેઆઇએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત બંધારણ દિવસ સમારોહમાં આ વાત કહી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટને એક દિવસ માટે પણ બંધ કરવામાં આવ્યું નહીં કારણે કે મામલામાં સમાજના નબળા વ્યક્તિઓને સામેલ મૌલિક અધિકાર સામેલ છે. કોરોના વાયરસે અદાલત અને તેના કર્મચારીઓને સૌથી મુશ્કેલ સ્થિતિ આપી છે કોવિડ ૧૯એ એક પ્રકારની અસમાનતા પેદા કરી દીધી છે અને તાકિદે તેને દુર કરી લેવામાં આવશે.
આ અસમાનતા વાયરસે પેદા કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિએ માન્ય કે ન્યાયપાલિકા બાર અને કાયદા પંચમાં સર્વશ્રેષ્ઠ મગજ છતાં ૬૦ વર્ષથી લાખો કેસો અટકેલા હોવાની સમસ્યા ચાલી રહી છે તેમણે કહ્યું કે તે પ્રી લિટિગેશન માધ્યમનો સમય છે જે એક ડિક્રીના રૂપમાં કામ કરી શકે છે પ્રી લિટિગેશન સિસ્ટમ કામ કરશે કારણ કે દરેક વિવાદ માટે ચર્ચા આવશ્યક હોતી નથી
એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રિડની વેબસાઇડથી જાણવા મળે છે કે સમગ્ર ભારતમાં અદાલતોમાં ૩.૬૧ કરોડ મામલા લંબિત છે અનેક મામલા ૩૦ વર્ષોથી લંબિત છે કેટલાક કેસોના મામલાનું ફળ પણ મળતુ નથી ન્યાય વિતરણ પ્રણાલી એક હોઇ શકે નહીં જયાં કેસ વાળા તે મામલાના પરિણામોને જાેઇ શકાય નહીં જેના પર તેણે પોતાની આકાંક્ષાઓ અને આશાઓ રાખી છે તેના માટે આપણા ન્યાયધીશોને તેના કારણે લાંબા સમય સુધી કામ કરવું પડશે.
તેમણે કહ્યું કે રાજયોએ એ સુનિશ્ચિત કરવું જાેઇએ કે અધીનસ્થ ન્યાયાલયોમાં ખાસી જગ્યાઓ ભરેલી રહે કેન્દ્ર સરકારે એ સુનિશ્ચિત કરવું જાેઇએ કે રાજય કાર્ય કરે અમીર શક્તિશાળી અને ત્યાં સુધી કે કોર્પોરેટ પણ વિલંબથી પ્રભાવિત થશે નહીં તે ૩૦ વર્ષ સુધી બહાર રહી શકે છે પરંતુ મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે ૩૦ વર્ષની રાહ જાેવી એક મુશ્કેલ કામ છે તેના પૈસા અને ધૈર્ય સમાપ્ત થઇ જશે.HS