રતલામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારી હત્યા
ભોપાલ, મધ્યપ્રદેશના રતલામ શહેરના રાજીવનગરક વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યોના ગત રાતે કોઇ અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારી હત્યા કરી દીધી છે. ઘટનામાં પતિ પત્ની અને તેમની ૨૧ વર્ષીય પુત્રીનું મોત નિપજયું છે. પોલીસ અધીક્ષક ગૌરલ તિવારી સહિત અનેક પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે વિસ્તારમાં ભારે પોલીસ તહેનાત કરપવામાં આવી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વિનોબાનગર વિસ્તારના રાજીવનગર ખાતે મકાન નંબર ૬૧માં રહેનાર ગોવિંદ રામ સોલંકી ૫૦ વર્ષ,તેમની પત્ની શારદા ૪૫ વર્ષ અને પુત્રી દિવ્યા ઉવ ૨૨ની અજાણ્યા હુમલાખોરોએ ગત રાતે ગોળી મારી હત્યા કરી દીધી ગોવિંદ રામ સોલંકી સ્ટેશન રોડ વિસ્તારમાં હેયર સલુન ચલાવતો હતો જયારે તેમની પુત્રી દિવ્યા નિર્સિગનો અભ્યાસ કરતી હતી.
આ અંગેની જાણ સૌથી પહેલા પડોસીઓને થઇ હતી ગોવિંદ ત્રણ માળના મકાનમાં બીજા માળે રહેતો હતો.જયારે મકાનમાં ચાર પાંચ ભાડુઆત પણ રહેતા હતાં સવારે લગભગ ૮.૩૦ કલાકે જયારે પડોસીઓએ ગોવિંદ રામના ઘરનો દરવાજાે ખખડાવ્યો તો દરવાજાે ખોલવામાં આવ્યો નહીં આથી શંકા થવા પર બારીમાંથી જાેયું તો ત્રણેય લોહીલુહાણ હાલતમાં જાેવા મળ્યા હતાં આથી આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ અંગે તપાસ શરૂ કરી છે.HS