Western Times News

Gujarati News

કિસાનોને બુરારીમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની મંજુરી મળી

નવીદિલ્હી, કૃષિ કાનુનના વિરોધમાં દિલ્હી કુચ કરનારા આંદોલનકારી કિસાનોને શાંતિપૂર્વક રીતે પ્રદર્શન કરવાની મંજુરી મળી ગઇ છે.દિલ્હી પોલીસના પ્રવકતા ઇશ સિંધલે કહ્યું કે કિસાન નેતાઓથી વાતચીત બાદ દિલ્હી પોલીસે કિસાનોને બુરાડીના નિરંકારી ગ્રાઉડમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનની મંજુરી આપી દીધી છે.આ સાથે જ તેમણે કહ્યું કે તમામ કિસાનોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે પરમિશન મળ્યા બાદ કિસાન બુરાડી પોતાના ટ્રેકટર અને ગાડીઓ લઇ જઇ રહ્યાં છે. કિસાનોને કહેવામાં આવ્યું છે કે તે દિલ્હી આવી શકે છે.

ત્યારબાદ પણ કિસાનો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતાં.કેટલાક સ્થળોએ પોલીસ અને કિસાનો વચ્ચે ઝપાઝપી પણ થઇ છે. જેમાં કિસાનો અને પોલીસ કર્મચારીઓને ઇજા થઇ છે. અનેક કિસાનોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જાે કે પોલીસ તરફથી પ્રવેશની મંજુરી મળ્યા બાદ દિલ્હી હરીદ્વાર રાજમાર્ગ ખોલી દેવામાં આવ્યો છે.કિસાનોના ચક્કાજામ ખતમ થઇ ગયા છે.

આ પહેલા તમામ આંદોલનકારી કિસાન નેતાઓથી દિલ્હી પોલીસના અધિકારીઓની વાતચીત ચાલી રહી હતી આ વાતચીત બુરાડી વિસ્તારમાં ખાલી ગ્રાઉન્ડ પર આંદોલનકારી કિસાનોને શિફટ કરવાને લઇ ચાલી રહી છે વાતચીત બાદ આગળની યોજના નક્કી કરવામાં આવશે.

કિસાનોના દિલ્હી ચલો માર્ચને જાેતા દિલ્હી હરિયાણા સીમા પર ભારે માત્રામાં પોલીસ દળની તહેનાતી કરવામાં આવી છે અનેક જગ્યાઓ પર પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે અથડામણ પણ થઇ છે કિસાનોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે તો પાણીના ફુવારા પણ છોડાયા હતાં ટ્રેકટરમાં ભોજન અને અન્ય જરૂરી વસ્તુઓ લઇ ચાલી રહેલ કિસાનોએ અનેક જગ્યાઓએથી દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન દિલ્હી સરકારે રાજયના નવ સ્ટેડિયમને અસ્થાયી જેલમાં ફેરવવાની દિલ્હી પોલીસની અરજીને નામંજુર કરી દીધી હતી યમુના એકસપ્રેસ વેના માંટ ટોલને પાર કરી દિલ્હી જવાનો પ્રયાસ કરી રહેલ ભારતીય કિસાન યુનિયનના લગભગ અઢી ડઝન કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. કિસાન આંદોલનને ભાકિયુ નરેશ જુથ દ્વારા સમર્થન આપ્યા બાદ લગભગ અઢી ડઝન ભાકિયુ કાર્યકર્તાઓ માટં ટોલ થઇ દિલ્હી જઇ રહ્યાં હતાં. ભારતીય કિસાન યુનિયન દ્વારા પોતાના રાષ્ટ્રવ્યાપી આહ્‌વાન પર યમુના એકસપ્રેસ પર જામ કરી લેવામાં આવ્યો હતો. નોઇડાથી આગ્રા તરફ જનાર વાહનો અહીં અટકી ગયા હતાં. પોલીસ દ્વારા કિસાનોને સમજાવવામાં આવ્યા હતાં પરંતુ કિસાન માન્ય નહીં અને કિસાન એકસપ્રેસ પર સુઇ ગયા હતાં.બાદમાં જીલ્લા અધ્યક્ષ રાજકુમાર તોમર સહિતના નેતાઓ અને કાર્યકરોને હિરાસતમાં લેવામાં આવ્યા હતાં.

અનેક જગ્યાઓએ પોલીસે કાંટાળી તાર અને બેરિકેડિંગ કરી દીધી હતી. હરિયાણા પોલીસે તો માર્ગ પર ખાડા ખોદી દીધા હતાં હરિયાણામાં કિસાનો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતાં દિલ્હી પોલીસે આજે મજબુતીથી કિસાનોની વિરૂધ્ધ રસ્તો રોકી રાખ્યો હતો.તેમાં રેતીથી ભરેલ ટ્રકો અને કાંટાળા તારો લપેટેલ બેરિકેડ્‌સનો પણ ઉપયોગ કર્યો હતો.કિસાનો કેન્દ્રના ત્રણ નવા કૃષિ વિધેયકોનો વિરોધ કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.