Western Times News

Gujarati News

સમીશાનો બ્લૂ ફ્રોક અને સફેદ બેન્ડમાં ક્યુટ અંદાજ જાેવા મળ્યો

મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં શિલ્પાએ સરોગસીથી દીકરી સમીશાની માતા બની છે. શિલ્પા અને રાજ કુંન્દ્રાની દીકરી સમીશા ૯ મહિનાની થઇ ગઇ છે. આ પહેલાં એક વખત સમીશાનો ચહેરો જોવા મળ્યો હતો અને હવે બીજી વખત ફોટોગ્રાફર્સ દ્વારા સમીશાની તસવીરો લેવામાં આવી છે. શિલ્પા શેટ્ટી દીકરી સમીશા સાથે ગુરૂવારે મુંબઇનાં બાન્દ્રામાં સ્પોટ થઇ હતી. ફોટોઝમાં શિલ્પાનાં ખોળામાં સમીશા નજર આવે છે.

શિલ્પાએ નેવી બ્લૂ કલરનાં ડ્રેસમાં નજર આવી. તો તેની દીકરી સમીશા બ્લૂ ફ્રોક અને વ્હાઇટ હેરબેન્ડમાં ખુબજ ક્યૂટ લાગી રહી છે. ફેન્સ સમીશાની ક્યૂટનેસ પર કમેન્ટ કરી રહ્યાં છે. આ પહેલાં ૨૦ નવેમ્બરનાં શિલ્પા શેટ્ટી તેની દીકરીને લઇ ઓફિસ જવા નીકળી હતી તે સમયે પેપારાઝીએ તેની દીકરીની કેટલીક તસવીરો ક્લિક કરી હતી. જોકે, શિલ્પા શેટ્ટીએ તેને કેમેરાથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલમા શિલ્પાએ તેનાં મધરહૂડ એક્સપીરિયન્સ અંગે વાત કરી હતી સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે, ૪૫ની ઉંમરમાં માતા બનવા પર તેનું કેવું રિએક્શન છે. ૪૫ની ઉંમરમાં શિલ્પા બીજી વખત માતા બનવાનો અનુભવ શેર કર્યો છે. સમીશાનાં જીવનમાં આવવાથી તેમનો પરિવાર પૂર્ણ થઇ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.