કોંગ્રેસે પવન કુમાર બંસલને કોષાધ્યક્ષનો હવાલો સોંપ્યો
નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન કુમાર બંસલને તાત્કાલિક અસરથી પાર્ટીના કોષાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ મર્હૂમ નેતા અને પૂર્વ સાંસદ એહમદ પટેલ પાર્ટીના કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. પાર્ટીનના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પવન કુમાર બંસલને ખજાનચી પદની વધારાની જવાબદારી સંભાળવા જણાવ્યું છે. અગાઉ બંસલ પાર્ટીમાં પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા.
પવન કુમાર બંસલ અગાઉ કોંગ્રેસની સરકારમાં મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. પૂર્વ યુપીએ સરકારમાં તેમને રેલ મંત્રાલયની જવાબદારી મળી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલના નિધન બાદ કોષાધ્યક્ષ પદે કોને નિયુક્ત કરવામાં આવે છે તેના પર સૌની નજર હતી. આખરે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે ચંદીગઢના પૂર્વ સાંસદ બંસલને વચાગાળાના કોષાધ્યક્ષ નિયુક્ત કરવાનો ર્નિણય લીધો હતો.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા બંસલ ઘણા સમયથી સાઈડલાઈન થઈ ગયા હોવાનું જણાતું હતું. પરંતુ તાજેતરમાં તેમને પૂર્વ મહાસચિવ મોતીલાલ વોરાના સ્થાને પાર્ટીના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. હવે ખજાનચી તરીકેની વધારાની જવાબદારી મળતા બંસલ વધુ લાઈમલાઈટમાં આવ્યા છે. બંસલ તાત્કાલિક અસરથી કોંગ્રેસના ખજાનચી તરીકેનો કાર્યભાર સંભાળશે.SSS