વડાપ્રધાન મોદીએ વેક્સિનની કામગીરીનું જાત નિરિક્ષણ કર્યું
અમદાવાદ, હૈદરાબાદ અને પુણેમાં કોવિડ-૧૯ વેક્સિન વિકસાવતી ફાર્મા કંપનીઓમાં જઈ મોદીએ સમીક્ષા કરી
પુણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સીનની કામગીરીના જાતનિરીક્ષણ માટે આજે સવારે અમદાવાદની ઝાયડસ ફાર્માના પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ સીધા હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના પ્લાન્ટમાં પહોંચી વિજ્ઞાનીઓ સાથે કોરોના રસીની કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યાંથી પીએમ મોદી પુણે એરપોર્ટ પહોંચ્યા હતા. પુણે એરપોર્ટથી હેલિકોપ્ટરમાં તેઓ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પ્લાન્ટ પર પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કોરોના રસીની કામગીરી માટે ત્રણ શહેરોની મુલાકાત લીધી હતી. સૌથી અંતમાં તેઓ પુણે આવી પહોંચ્યા છે. પુણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી નવી દિલ્હી પરત ફરશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વૈશ્વિક ભાગીદારો એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી રસી વિકસાવવાની કામગીરી કરી રહ્યું છે. પીએમએ એસઆઈઆના પ્લાન્ટની મુલાકાત લઈ વેક્સીનની કામગીરીની સમીક્ષા કરી હતી. સૌપ્રથમ પીએમ મોદીએ અમદાવાદમાં ચાંગોદરમાં આવેલા ઝાડયસ બોયટેક ફાર્મમાં ઝાયડસ ફાર્માની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી કોરોના વેક્સીનની કામગીરીની સમીક્ષા કરી હતી. ઝાયડસ ફાર્માના ચેરેમન પંકજ પટેલ તેમજ મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલ અને વિજ્ઞાનીઓ સાથે પીએમએ વિસ્તારપૂર્વક બેઠક કરી વેક્સીનની કામગીરીની માહિતી મેળવી હતી.SSS