Western Times News

Gujarati News

લોન રીકવરી એજન્ટોએ ગ્રાહકની જાણ બહાર પલ્સર બાઈક ઉઠાવી લેતા હવે જેલના સળિયા ગણવાનો વારો

અરવલ્લી જીલ્લામાં બાકી પડતી લોનના હપ્તાની વસુલાત અને વાહન રિકવર માટે રીતસરની ગુંડાગીરી થઈ રહી હોવાની બૂમો ઉઠી રહી છે લોન રિકવરી કરવાનું કામ કરતા એજન્ટો ગ્રાહક કે સ્થાનિક પોલીસને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના તેમજ કાયદો હાથમાં લઈ વાહનો ઉઠાવી જતી હોવાની અનેક ઘટનાઓ બની રહી છે

મેઘરજના મેઈન બજાર માંથી લોન રિકવરીનું કામકાજ કરતા મોડાસાના બે એજન્ટોએ લોન ધારકની જાણ બહાર તેની પલ્સર બાઈક ઉઠાવી લીધી હતી બાઈક માલિક યુવકે આ અંગે બાઈક ચોરીની ફરિયાદ મેઘરજ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા મેઘરજ પીએસઆઇ એન.એમ.સોલંકી અને તેમની ટીમે  સીસીટીવી કેમેરા ફંફોસી બાતમીદારોને સક્રિય કરતા પલ્સર બાઈક મોડાસાના બે શખ્શો ઉઠાવી ગયા હોવાની જાણ થતા પોલીસે બંને લોન એજન્ટની ધરપકડ કરી ચોરી કરેલ બાઈક રિકવર કરી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

લોનના હપ્તા ભરપાઈ ના થયા હોય તેવા કિસ્સામાં કેટલીક ફાઈનાન્સ કંપની દ્વારા ગેરકાયદે રિકવરી એજન્ટોને હપ્તા વસૂલલવાનું કામ સોંપવામાં આવતું હોય છે. અને રિકવરી એજન્ટો પોલીસ કે કાયદાનો ડર રાખ્યા વિના ખુલ્લેઆમ દાદાગીરી કરીને વાહનો ઉપાડી લેતા હોય છે ત્યારે મોડાસાના હાર્દિક રસીકલાલ ભાવસાર અને સંજય સુરેશ ભાઈ વસાવાએ કાયદો હાથમાં લઈ પલ્સર બાઈક ઉઠાવી લેવાનું ભારે પડતા હવે બાઈક ચોરીના ગુન્હામાં જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે

મેઘરજના મેઈન બજારમાં પલ્સર લઈને આવેલ એક યુવક તેની બાઈક શોપિંગ સેન્ટર આગળ પાર્ક કરી કામકાજ અર્થે ગયા હતો પરત પાછો બાઈક પાર્ક કરી હતી ત્યાં આવતા હોફળો ફોફાળો બની આસપાસ તપાસ હાથધરી હતી બાઈક મળી ન બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચોરને ઝડપી પાડવા ઘટનાસ્થળની આજુબાજુની દુકાનોના સીસીટીવી કેમેરા ચેક કરતા બે યુવકો બાઈક ખેંચીને થોડે દૂર લઇ ગયા બાદ

બાઈક ચાલુ કરી રફુચક્કર થતા કેમેરામાં કેદ થતા પોલીસે બાતમીદારો અને સર્વલન્સના આધારે પલ્સર બાઈક ચોરી કરનાર ૧)હાર્દિક રસીકલાલ ભાવસાર (રહે,ભાવસારવાડા, મોડાસા) અને ૨)સંજય સુરેશભાઈ વસાવા (રહે, સર્વોદયનગર વિસ્તાર-ડુંગરી,મોડાસા) ને ચોરીની બાઈક સાથે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી ગણતરીના દિવસોમાં બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.