Western Times News

Gujarati News

રસીની સાઇડ ઇફેક્ટ્સનો દાવો કરનાર પર સીરમ ઇંસ્ટીટ્યૂટે આપી 100 કરોડના વળતરની ધમકી

નવી દિલ્હી: રસી બનાવનાર કંપની સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (CII)એ કોવિડ 19ની સંભવિત રસીના પરીક્ષણમાં સામેલ એક વ્યક્તિના આરોપોને રવિવારે નકારી કાઢી દીધો છે. કંપનીએ ખોટા આરોપ લગાવવાને લઇને 100 કરોડ રૂપિયાનો ભારે ભરખમ દંડ વસૂલવાની પણ ધમકી આપી.

કંપનીએ દાવો નકારી માંગ્યું 100 કરોડ રૂપિયાનું વળતર
સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયાએ એક નિવેદનમાં કહ્યું કે ‘નોટીસમાં લગાવવામાં આવેલા આરોપ દુર્ભાવનાપૂર્ણ અને ખોટા છે. સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા ઉક્ત વ્યક્તિની ચિકિત્સા સ્થિત પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, પરંતુ રસીના ટેસ્ટીની તેની સ્થિતિ સાથે કોઇ સંબંધ નથી. કંપનીએ કહ્યું કે તે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે ખોટી રીતે રસીને જવાબદ ગણાવી રહ્યા છે. કંપનીએ કહ્યું કે તે આવા આરોપોને પોતાનો બચાવ કરશે અને ખોટા આરોપો માટે 100 કરોડ રૂપિયા સુધી માનહાનિનો દાવો કરી શકે છે.

જોકે કોવીશીલ્ડ (COVISHIELD)વેક્સીનના ટેસ્ટીંગમાં ચેન્નઇમાં ભાગ લેનાર એક 40 વર્ષીય વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે ગંભીર ન્યૂરોલોજિકલ સમસ્યા અને જ્ઞાનેંડદ્રી સંબંધી સમસ્યા સહિત ગંભીર દુષ્પ્રભાવોનો સામનો કરવો પડે છે. વ્યક્તિએ સીરમ  ઇંસ્ટીટ્યૂટ તથા અન્યને પાંચ કરોડ રૂપિયાની ક્ષતિપૂર્તિની માંગ કરી છે. તેને પરીક્ષણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.