Western Times News

Gujarati News

કૃષિ કાયદાએ ખેડૂતોને નવા વિકલ્પો આપ્યા, કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે: મોદી

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલન દરમિયાન આજે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં ખેડૂતોને ખાસ યાદ કર્યા. તેમણે પોતાના ભાષણમાં કાશીના ખેડૂતોને અન્નદાતા કહીને બોલાવ્યા અને નમસ્કાર કર્યા.

http://org.chromium.webapk.a9a4fa11869ef5440

પીએમ મોદીએ વિપક્ષ પર ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ લગાવતા કહ્યું કે દાયકાઓ સુધી ખેડૂતો સાથે છળ થયું છે અને હવે આમ કરનારા જ દેશના ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ખેડૂતોના દરેક સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો.

વડાપ્રધાન  મોદીએ કહ્યું કે કૃષિ કાયદા પર ખેડૂતોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જેમણે ખેડૂતો સાથે છળ કર્યું છે તેઓ હવે ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. નવા કાયદા ખેડૂતોને વિકલ્પ આપનારા છે.

પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર તો મંડીઓને વધુ આધુનિક બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. MSP પર ખેડૂતોનો પાક વેચવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તમારે યાદ રાખવું જરૂરી છે કે આ એ જ લોકો છે જેઓ પીએમ કિસાન સન્માન નિધિને લઈને સવાલ ઉઠાવતા હતા. આ લોકો અફવાઓ ફેલાવતા હતા. એક રાજ્યે કિસાન સન્માન યોજનાને પોતાના રાજ્યમાં લાગુ જ ન થવા દીધી. કેટલાક લોકોએ તો પોતાની રાજનીતિ બચાવવા માટે આવું કર્યું.

જો કોઈ જૂની સિસ્ટમથી લેવડદેવડને યોગ્ય સમજે તો આ કાયદામાં કોઈ રોક લગાવવામાં આવી નથી. નવા કૃષિ સુધારાથી નવા વિકલ્પ અને ખેડૂતોને કાયદાકીય સંરક્ષણ આપવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી એક અલગ જ ટ્રેન્ડ દેશમાં જોવા મળી રહ્યો છે. પહેલા જો સરકારનો કોઈ નિર્ણય પસંદ ન આવે તો વિરોધ થતો હતો. પણ હવે વિરોધનો આધાર નિર્ણય નહીં પરંતુ ભ્રમ ફેલાવવામાં આવે છે. આ એ જ લોકો છે જેમણે દાયકાઓ સુધી ખેડૂતો સાથે છળ કર્યું હતું. પહેલા MSP તો હતું પરંતુ તેના પર ખરીદી થતી નહતી. વર્ષો સુધી MSP ને લઈને છળ કરાયું.

ખેડૂતોને નામે પહેલાની સરકારોએ દગો કર્યો. યોજનાઓનાં નામ પર છળ, ખેડૂતોના નામ પર છળ, ખાતરના નામ પર છળ. ખાતર ખેતર કરતા વધુ કાળાબજારીઓ પાસે પહોંચી જતું હતું. પહેલા મત માટે વચન અને પછી છળ. લાંબા સમય સુધી આ જ ચાલતું રહ્યું છે.

જ્યારે ઈતિહાસ છળનો રહ્યો હોય તો ત્યારે બે વાતો ખુબ સ્વાભાવિક છે, પહેલી એ કે ખેડૂતો જો સરકારની વાતોથી આશંકિત રહે તો તેની પાછલ દાયકાઓ સુધીનો લાંબો છળનો ઈતિહાસ છે. જેમણે વચનો તોડ્યા, છળ કર્યું તેમના માટે આ જૂઠ ફેલાવવું એક પ્રકારની આદત અને મજબૂરી બની ગયા છે. કારણ કે તેમણે આવું જ કર્યું હતું. આથી એ જ  ફોર્મ્યુલા લગાવીને આ જ જુએ છે.

પીએમ મોદીએ કહ્યું કે આશંકાઓના આધારે ભ્રમ ફેલાવનારાઓની સચ્ચાઈ સતત દેશ સામે આવી રહી છે. જ્યારે એક વિષય પર તેનું જૂઠ્ઠાણું ખેડૂતો સમજી જાય છે. 24X7 તેમનું આ જ કામ છે. જે ખેડૂત પરિવારોને કોઈ ચિંતા છે તેમના જવાબ આપવાનું કામ સરકાર કરે છે અને તેમની કોશિશ કરે છે. આપણા અન્નદાતા આત્મનિર્ભર ભારતનું નેતૃત્વ કરશે.

આજે જે ખેડૂતોમાં કૃષિ સુધારાઓને લઈને કેટલીક શંકા છે તેઓ પણ ભવિષ્યમાં આ સુધારાઓનો લાભ ઉઠાવીને પોતાની આવક વધારશે એ મારો પાક્કો વિશ્વાસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.