Western Times News

Gujarati News

700-દિવસની FD પર વર્ષે 6.90 ટકાનું વ્યાજ અને નિઃશુલ્ક તબીબી સેવાઓ મળશે

DCB બેંકએ નિઃશુલ્ક તબીબી સેવાઓ, હેલ્થકેર ફાયદા આપતી હેલ્થ પ્લસ FD રજૂ કરી

·   થાપણદારો 700 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર દર વર્ષે 6.90 ટકા વ્યાજ મેળવી શકે છે

·   આરોગ્યલક્ષી ફાયદાનો લાભ લેવા મેડિકલ ટેસ્ટ કે હોસ્પિટલાઇઝેશનની જરૂર નહીં

મુંબઈ, ખાનગી ક્ષેત્રની આધુનિક બેંક ડીસીબી બેંકએ વિશિષ્ટ અને એકથી વધારે લાભ આપતી ડિપોઝિટ પ્રોડક્ટ – ડીસીબી હેલ્થ પ્લસ એફડીની જાહેરાત કરી છે, જે 700-દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર વર્ષે 6.90 ટકાનું ઊચું વળતર આપવાની સાથે નિઃશુલ્ક તબીબી સેવાઓ અને હેલ્થકેર ફાયદાઓ પ્રદાન કરશે.

‘હેલ્થ પ્લસ’ સેવાઓ ફિક્સ્ડ ડિપોઝિટની રકમ સાથે સુસંગત રીતે તબક્કાવાર ધોરણે અને અનુરૂપ રીતે ઓફર થાય છે, જે આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પૂરી પાડે છે.

હેલ્થ પ્લસ ફાયદાઓમાં સામેલ છેઃ

પેનલમાં સામેલ જનરલ ફિઝિશિયનો, સ્પેશ્યાલિસ્ટો અને ઇમરજન્સી સેવાઓ સાથે ટેલીકન્સલ્ટેશન અને ફેસ-ટૂ-ફેસ એપોઇન્ટમેન્ટ.

ઉપરાંત કોઈ પણ ગ્રાહક સૂચિત ફાર્મસી ખર્ચાઓ માટે સ્પેશ્યલ કિંમતનો લાભ લઈ શકે છે. રોગચાળા જેવા પડકારજનક સમયગાળા દરમિયાન કોન્ટેક્ટલેસ (ફોન કે વીડિયો પર) ટેલીકન્સલ્ટેશન આશીર્વાદરૂપ પુરવાર થશે, કારણ કે ઘણી વ્યક્તિઓ સ્વાસ્થ્ય અને સલામતી સાથે સંબંધિત ચિંતાઓને કારણે આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી)ની મુલાકાત લેવા પર ભરોસો ધરાવતી નથી.

અત્યારે બહુ પોલિસીઓ વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ આરોગ્યલક્ષી ફાયદાઓ આપતી નથી. ‘હેલ્થ પ્લસ’ સેવાઓ સ્માર્ટ પસંદગી પુરવાર થશે. આ ફાયદાઓ લેવા માટે કોઈ મેડિકલ ટેસ્ટ કે હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી, જે 18થી 70 વર્ષ વચ્ચેની વય ધરાવતા રહેવાસી  ભારતીયો (અથવા હજુ 71 વર્ષ પૂર્ણ ન કરેલા) માટે ઉપલબ્ધ છે.

ડીસીબી હેલ્થ પ્લસ ફિક્સ્ડ ડિપોઝિટ ગ્રાહક એપ સ્ટોર કે ગૂગલ પ્લેસ્ટોરમાંથી આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ આઇએલ ટેકકેર એપ ડાઉનલોડ કરીને આ સેવાઓનો લાભ મેળવી શકે છે. આ ફાયદા એક વર્ષ માટે ઉપલબ્ધ છે અને જો એનો ઉપયોગ નહીં થાય, તો આગામી વર્ષે કેરી ફોરવર્ડ નહીં થાય. જોકે જજ્યાં સુધી ડીસીબી હેલ્થ પ્લસ એફડીની મુદ્દત પૂરી નહીં થાય, ત્યાં સુધી પછીના વર્ષમાં એ જ ફાયદા થાપણદારોને મળશે.

ડીસીબી બેંકના રિટેલ અને એસએમઈ બેંકિંગના હેડ શ્રી પ્રવીણ કુટ્ટીએ કહ્યું હતું કે, “ડીસીબી ફિક્સ્ડ ડિપોઝિટ ક્યારેય જૂની થઈ નથી! ગ્રાહકોને જરૂર હોય છે અને ડીસીબી બેંકે એવી ફિક્સ્ડ ડિપોઝિટ પ્રોડક્ટ બનાવી છે, જે ખરું મૂલ્ય પ્રદાન કરે છે. લોકડાઉન દરમિયાન ટેલીકન્સલ્ટેશન અને ઓનલાઇન ઇન્ટરેક્શનમાં વધારો થયો છે. ડીસીબી બેંક પરંપરાગત એફડીની સરખામણીમાં આધુનિક સોલ્યુશનો ઓફર કરે છે.

નવી ડીસીબી હેલ્થ પ્લસ એફડી સ્માર્ટ અને પ્રેક્ટિકલ છે, જે થાપણદારોને તેમની સંપત્તિ વધારવાની સાથે તેમના સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થશે. હેલ્થ પ્લસ એફડી ડીસીબી બેંકની ઇનોવેટિવ પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરવાની વ્યૂહરચનાનો પુરાવો છે, જે પડકારજનક સમયમાં ઉપયોગી છે અને ગ્રાહકની જરૂરિયાત પૂર્ણ કરશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.