Western Times News

Gujarati News

પ્રદૂષિત શહેરની યાદીમાં દિલ્હી બીજા સ્થાને આવ્યું

Files Photo

ઈસ્લામાબાદ: દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત શહેરોના લિસ્ટમાં પાકિસ્તાનના લાહોરને પહેલું સ્થાન મળ્યું છે. તો, આ લિસ્ટમાં નવી દિલ્હીને બીજા નંબર પર જગ્યા આપવામાં આવી છે. મોટી વાત છે કે નેપાળની રાજધાની કાઠમાંડૂને આ લિસ્ટમાં ત્રીજુ સ્થાન મળ્યું છે.

આ સાથે જ દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં ટોપ ત્રણ દક્ષિણ એશિયામાં સ્થિત છે. આ લિસ્ટને યુએસ એર ક્વોલિટી ઈન્ડેક્સના વાયુ પ્રદૂષણના આંકડાઓના આધારે જાહેર કરાયું છે. આ લિસ્ટ અનુસાર, વાયુ પ્રદૂષણ સૂચકાંક અનુસાર લાહોરમાં અતિસૂક્ષ્મ કણોનું રેટિંગ ૪૨૩ રહ્યું હતું.

પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચી એક્યુઆઈમાં સાતમા સ્થાને રહ્યું હતું. ભારતની રાજધાની નવી દિલ્હી ૨૨૯ એક્યુઆઈ સાથે બીજા સ્થાન પર રહ્યું હતું. નેપાળની રાજધાની કાઠમાંડૂ સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ત્રીજા સ્થાન પર રહ્યું હતું. જ્યાં પીએમ ૧૭૮ નોંધાયુ હતું.

અમેરિકાની પર્યાવરણ સંરક્ષણ એજન્સી ૫૦ની અંદર એક્યુઆઈને સંતોષજનક માને છે. લાહોરનો એક્યુઆઈ ૩૦૧ અને તેની ઉપરની શ્રેણીમાં રહ્યું જેને ખતરનાક માનવામાં આવે છે. ખાદ્ય અને કૃષિ સંગઠનની પૂર્વ રિપોર્ટ અને પર્યાવરણ એક્સપર્ટ અનુસાર પરાલી સળગાવવા, પરિવહન અને ઉદ્યોગોના કારણે વર્ષભર પ્રદૂષણ થતું રહ્યું. અનેક ઈંટ તેમજ ભઠ્ઠાનું પણ જૂની રીતે સંચાલન થઈ રહ્યું છે.

ગત દિવસોમાં સરકારે આવા ઈંટ અને ભઠ્ઠાને બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે. જોકે, કેટલાકનું સંચાલન હજુ પણ થઈ રહ્યું છે. ડબલ્યુએચઓ અનુસાર, દુનિયાના દરેક ૧૦માંથી ૯ લોકો ખૂબ જ પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે. જે અનુસાર, ‘દર વર્ષે ઘરની બહાર અને વાયુ પ્રદૂષણના કારણે દુનિયાભરમાં ૭૦ લાખ લોકોના મોત થયા છે. એકલા બહારના પ્રદૂષણથી ૨૦૧૬માં મરનાર લોકોની સંખ્યા ૪૨ લાખ નજીક હતી.

જ્યારે ડોમેસ્ટિક વાયુ પ્રદૂષણથી થનાર મોતની સંખ્યા ૩૮ લાખ હોય છે.’ વાયુ પ્રદૂષણના કારણે હૃદય સંબંધિત બીમારી, શ્વાસની બીમારી અને અન્ય બીમારીઓથી મોત થાય છે.

વાયુ પ્રદૂષણ માપવાના આઠ માપદંડ (પ્રદૂષણ તત્વ પીએમ ૨.૫, પીએમ ૧૦, કાર્બન મોનોક્સાઈડ, ઓઝોન, સલ્ફર ડાઈઓક્સાઈડ, એલ્યુમિનિયમ અને લેડ) હોય છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ પીએમ ૨.૫ અને પીએમ ૧૦ જ હોય છે. જેનો આંકડો વધારે હોય છે. તો પીએમ ૨.૫ અને પીએમ ૧૦ને માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટરમાં માપવામાં આવે છે. કોઈપણ વસ્તુ સળગાવવાથી જે પ્રદૂષણ થાય છે. જેમાં પીએમ ૨.૫ અને ધૂળના કણોમાં પીએમ ૧૦ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.