નેહા કક્કડ બિગ બોસના ઘરમાં ભાભી શોધવા પહોંચી
મુંબઈ: નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના લગ્નને એક મહિનો થઈ ગયો છે અને હવે સિંગરે તે રોહનપ્રીતના પ્રેમમાં કેવી રીતે પડી તેના વિશેની રસપ્રદ માહિતી શેર કરી છે. નેહા કક્કડ અને તેનો ભાઈ ટોની કક્કડ ૨૯મી નવેમ્બરે બિગ બોસ ૧૪ના ઘરમાં મહેમાન બનીને પહોંચી હતી. આ દરમિયાન સલમાન ખાને નેહા કક્કડ સાથે વાત કરતાં કહ્યું કે, નેહાના લગ્ન થયા અને તેના લગ્નનું ગીત પણ હિટ થઈ ગયું.
લગ્ન ગીતના કારણે કર્યા કે પહેલા ગીત બનાવ્યું અને પછી લગ્ન કર્યા’. જેનો જવાબ આપતાં નેહાએ કહ્યું કે, જીવનમાં પહેલીવાર ગીત બનાવ્યું અને મને નહોતી ખબર કે હું મારું ભવિષ્ય જ લખી નાખીશ. તો એમ જ મારું ગીત લખી નાખ્યું. મને નહોતી ખબર કે વીડિયોમાં જેને હું મારી ઓપોઝિટમાં કાસ્ટ કરવાની છું તે મારો પતિ બની જશે. કંઈ પણ નક્કી નહોતું. સેટ પર રોહૂને (રોહનપ્રીત સિંહ) હું પહેલીવાર મળી. મ્યૂઝિક વીડિયોની અંદર જ પ્રેમ થઈ ગયો. જીવનમાં શું જોઈએ છે તે બાબતે હું ચોક્કસ હોઉ છું.
જો હું કપડા લેવા જાઉ તો પણ સમય વેડફ્યા વગર તરત જ ખરીદી લઉ છું. રોહનપ્રીત ખરેખર સારો માણસ છે અને તેને મળ્યા બાદ મને લાગ્યું કે મારે આની સાથે જ લગ્ન કરવા છે. જે કોઈ પણ મળે તે તેના દિવાના થઈ જાય છે અને હું પણ તેની દિવાની થઈ ગઈ. જે બાદ નેહા અને ટોની રસપ્રદ ગેમ રમવા માટે ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરના સભ્યો સાથે વાતચીત કરતાં નેહાએ કહ્યું કે, તે અહીંયા પોતાના માટે ભાભી શોધવા માટે આવી છે.
તેણે ઘરની ત્રણ સિંગલ છોકરીઓ જાસ્મીન, નિક્કી અને પવિત્રાને પસંદ કરી હતી અને ટાસ્કમાં પર્ફોર્મન્સ આપવાનું કહ્યું હતું. પવિત્રાએ નેહાને ઈમ્પ્રેસ કરી હતી, જે બાદ બધાએ કહ્યું કે, એજાઝ તેને લોકોની ભાભી બનાવવાનું વિચારી રહ્યો છે. નિક્કીએ ટોની સાથે ફોન પર રોમાન્ટિક વાતો કરી હતી. તેણે ટોનીને વચન આપ્યું હતું કે, ઘરમાંથી બહાર આવ્યા બાદ તે જરૂરથી તેને મળશે. નેહાએ આખરે જાસ્મિનને વિનર તરીકે પસંદ કરી હતી. જો કે, જાસ્મિને કહ્યું કે, તે હજુ ભાભી બનવા માટે તૈયાર નથી.