અંબાજી હોલી ડે હોમની સામેના ભવનમાંથી જુગારીઓ ઝડપાયાં
અંબાજી : પાલનપુર એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.આર.ગઢવીના માર્ગદર્શન મુજબ એલસીબી પો.સબ. ઇન્સ આર.જી.દેસાઈ સ્ટાફના હેડ.કોન્સ. નરેશભાઈ, દિગ્વિજયસિંહ, રાજેશકુમાર, મહેશભાઈ, પો.કોન્સ ઇશ્વરભાઇ, દિનેશભાઇ, રમેશભાઈ, નાથુભાઈ અંબાજી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે એવી બાતમી મળી હતી કે અંબાજી હોલી ડે હોમની સામે પાટીદાર ભવનમાં કેટલાક ઇસમો તીન પત્તિનો પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે.
જે હકીકત આધારે બોર્ડર રેન્જ, ભુજના જે.આર. મોથલીયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવાની સૂચના કરતાં રેઇડ દરમ્યાન ભરતભાઇ છગનલાલ પટેલ રહે.ચાણસ્મા, કનુભાઈ બબલદાસ પટેલ રહે.ચાણસ્મા, વિષ્ણુભાઈ મફતલાલ પટેલ રહે.ચાણસ્મા, ભુપતભાઇ હરસંગ ઠાકોર રહે.ડીસા, નરેન્દ્રભાઇ મંગળદાસ પટેલ રહે. ચાણસ્મા,તથા.
કનુભાઈ દુધાભાઈ પરમાર રહે. ચાણસ્મા અને ચંદ્રકાન્ત કેશવલાલ દરજી રહે. ઉંઝા વાળાને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ રકમ રૂ.૨૭,૮૦૫ તથા મોબાઈલ નંગ-૭ કી.રૂ.૩૧,૫૦૦ મળી કી.રૂ.૫૯,૩૦૫ નો મુદ્દામાલ કબ્જે કરી અંબાજી પો.સ્ટે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.