‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું પ્રિમિયર &પિક્ચર્સ પર પ્રસારિત થશે
સંજય બારુ દ્વારા લેખિત એક પુસ્તક આધારીત એક રાજકિય નાટ્ય, ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં અભિનેતા અનુપમ ખેર,ડો. મનમોહન સિંઘની ભૂમિકામાં છે અને આ ઉપરાંત અન્ય કલાકારોમાં અક્ષય ખન્ના, સુઝાન બેર્નેર્ટ, આહના કુમરા, અર્જુન માથુર અને દિવ્યા શેઠ શાહ મહત્વની ભૂમિકામાં છે. આ મૂવીએ વિજય રત્નાકર ગુટ્ટાએ ડિરેક્ટર તરીકે પ્રવેશ કર્યો છે અને તે તૈયાર છે, સૌપ્રથમ વખત એન્ડપિક્ચર્સ નયે ઇન્ડિયા કા બ્લોકબસ્ટર મૂવી ચેનલ પર પ્રસારિત થવા માટે. ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર પ્રસારિત થશે શનિવાર, 8મી જૂન સાંજે 8 વાગે.
અનુપમ ખેર કહે છે, “આ ફિલ્મ માટે મેં જેટલી મહેનત કરી છે, એટલી મહેનત મેં આ પહેલા ક્યારેય નથી કરી. મારા પાત્રમાં જવા માટે મારે લગભગ 6-7 મહિનાનો સમય લાગ્યો હતો કારણકે મનમોહન સિંઘ એ કોઈ એવા વ્યક્તિ નથી કે, જે બ્લેક એન્ડ વ્હાઈટ યુગમાં થઈ ગયા હોય. તે ખૂબ જ જીવંત છે અને હજી પણ દરેકના માનસમાં હાજર છે. તેમના જેવો યોગ્ય અવાજ કરવા માટે જ મને 3 મહિના જેટલો સમય લાગી ગયો હતો, કારણકે ડો. મનમોહન સિંઘ જરા પણ વ્યક્ત થાય એવા નથી. તમે ક્યારેય પણ તેમનો કોઈ એવો ફોટો નહીં જોયો હોય જેમાં તે હસતા કે ગુસ્સામાં કે આવી કોઈ સ્પષ્ટ લાગણી દર્શાવતા હોય.આ પાત્ર પડકારજનક છે, કારણકે મારે ફક્ત તેમને ન્યાય ન’તો કરવાનો પરંતુ દર્શકોને સંદેશ પણ આપવાનો હતો.”
તેના પાત્રની તૈયારી અંગે આહના કુમરા, જે પ્રિયંકા ગાંધીનું પાત્ર કરે છે તે કહે છે, “જ્યારે તેમને મને સારી પહેરાવી અને મને એક હેર સ્વિચ આપી, ત્યારે મને લાગ્યું કે, મારે પ્રિયંકા ગાંધી જેવું દેખાવાનું છે. પાત્રને ન્યાય આપવા માટે, મને જે કંઈપણ મટિરિયલ મળ્યું તે મને મળ્યુ છે અને આ ઉપરાંત તેમની રેલીના વીડિયો પણ જોયા છે. પરંતુ તે પણ વધુ પ્રાપ્ય ન હતું, ત્યારે મારે ઇંદીરા ગાંધીના ઇન્ટરવ્યુ અને વીડિયો જોયા કારણકે તેમના બંનેનું વર્તન ઘણું સામ્યતા ધરાવે છે. મારે એક એવા વ્યક્તિનું પાત્ર કરવાનું હતું, જેની પાસે વારસો છે અને તેને ભૂલી શકાય તેવું નથી. દરેક સંશોધન બાદ અને ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરના કલાકારોનો હિસ્સો બન્યા બાદ, હું આત્મવિશ્વાસથી કહીશ કે, એવું કંઈક તો, કારણ છે કે, જેના લીધે શ્રીમતિ ઇંદિરા ગાંધીને આર્યન લેડી કહેવામાં આવે છે.”
ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘ (અનુપમ ખેર)ના મીડિયા સલાહકાર સંજય બારુ (અક્ષય કુમાર)ના સંબંધોના વૃતાંત પર આધારીત છે, ફિલ્મમાં મોટેપાયે એ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે, કઈ રીતે બારુએ ડો. સિંઘની જાહેર ચિત્રને જાળવી રાખવા મહેનત કરી છે, જેમાં તેઓ યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાઇન્સ (યુપીએ) સરકારના મુખ્ય સિમાચિન્હો જેવા કે, ઇન્ડો- યુએસ ન્યુક્લિયર કરાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પાર્ટીની અંદર વિવાદિત સત્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.