કોરોના વચ્ચે જાપાન પર બર્ડ ફલુનો કહેર,૧૮ લાખથી વધુ મરધાને મારી નાખ્યા
નવીદિલ્હી, દુનિયા પહેલા જ કોરોના વાયરસના દંશને સહન કરી રહ્યું છે અને હવે જાપાનમાં બર્ડ ફલયુ તેજીથી ફેલાઇ રહ્યું છે દેશના ચોથા પ્રાંતમાં પણ આ જાણવા મળ્યું છે.જાપાનના કૃષિ મંત્રાલયે કહ્યું કે દેશના પોલ્ટ્રી ફાર્મોમાં સંક્રમણની લહેર શરૂ થઇ ગઇ છે. જેને ચાર વર્ષોમાં સૌથી ખરાબ મહામારી બતાવવામાં આવી છે.
કૃષિ મંત્રાલયે પોતાની વેબસાઇટ પર જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ જાપાનમાં હોન્શુ દ્વીપ પર મિયાજીકી પ્રાંતમાં હ્યુગા શહેરના એક પોલ્ટ્રી ફાર્મમાં એવિયન ઇન્ફરયુએજાની શોધ થઇ છે.મંત્રાલયે કહ્યું કે આ વાતની કોઇ આશંકા નથી કે મરધા કે ઇડા ખાવાથી મનુષ્ય બર્ડ ફલુથી સંક્રમિત થઇ શકે છે.
૨૦૧૬ બાદથી જાપાનમાં બર્ડ ફલુના સૌથી ખરાબ દૌર ગત મહીને શિકોકુ દ્વીપના કાગાવા પ્રાંતમાં શરૂ થયો હતો જે કયુશૂ દ્વીપથી જાેડાયેલ છે મિયાજાકી પ્રાંતના પોલ્ટ્રી ફાર્મોમાં ૪૦,૦૦૦ મરધીને મારી અને દફન કરી દેવામાં આવશે જયારે પોલ્ટ્રી ફાર્મના ત્રણ કીમી દાયરામાં મરધાના કારોબાર પર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.
જાપાન સરકારની આ નવી કાર્યવાહીને કારણે પ્રકોપ શરૂ થયા બાદ ૧૮ લાખથી વધુ મરધા મારી દેવામાં આવશે જાપાનમાં આ પહેલા ૨૦૧૮માં પણ બર્ડ ફલુ મહામારી સામે આવી હતી તેની શરૂઆત પણ કાગવા પ્રાંતથી થઇ હતી તે વર્ષ ૯૧,૦૦૦ મરધાને મારી દેવામાં આવ્યા હતાં.
જાપાનમાં બર્ડ ફલુનો સૌથી વધુ પ્રકોપ નવેમ્બર ૨૦૧૬ અને માર્ચ ૨૦૧૭ની વચ્ચે આવ્યો હતો ત્યારે ૧૬ લાખથી વધુ મરધાને મારી દેવામાં આવ્યા હતાં આ તમામ મરધા બર્ડ ફલુના એચ૫એન૬ સ્ટ્રેનના સંપર્કમાં આવ્યા હતાં.HS