કિસાન આંદોલન: સ્થિતિ ચિંતાજનક: કેનેડાના વડાપ્રધાન
નવીદિલ્હી, દેશમાં જારી કિસાન આંદોલન પર હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ પ્રતિક્રિયા આપી છે તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટુડો કહેતા નજરે પડી રહ્યાં છે કે કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારાઓના બચાવમાં ઉભો છે.કેન્દ્રની મોદી સરકારના ત્રણ નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ તેજ થઇ ચુકીલ કિસાનોના આંદોલનનો બચાવ કરતા ટુડોએ કહ્યું કે સ્થિતિ ચિંતાજનક છે.
ગુરૂનાનક દેવની ૫૫૧મી જયંતી પર એક ઓનલાઇન કાર્યક્રમમાં સામેલ થયેલ ટુડે પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતથી કિસાનોના આંદોલનના અહેવાલો આવી રહ્યાં છે સ્થિતિ ચિંતાજનક છે અને અમે તમામ પોતાના પરિવાર દોસ્તોને લઇ ચિંતામાં છીએ મને ખબર છે કે આવા અનેક લોકો છે હું તેમને યાદ અપાવવા માંગુ છું કે કેનેડા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાના અધિકારના બચાવમાં ઉભા છે. ટુડો કિસાન આંદોલન પર પ્રતિક્રિયા આપનારા પહેલા વિદેશી નેતા બની ગયા છે.
એ યાદ રહે કે પંજાબ સહિત અનેક રાજયોથી કિસાનો દિલ્હીની સીમાઓ પર એકત્રિત થયા છે ગત છ દિવસોથી તેમનો વિરોધ પ્રદર્શન જારી છે. ગત કેટલાક વર્ષોમાં કિસાનોનું આ સૌથી મોટું આંદોલન છે તેમની માંગ છે કે સરકાર ત્રણ નવા બિલને પાછા ખેંચે.HS