કેનેડાએ ઘરેલુ મામલામાં બોલવાની જરૂરત નથી
નવીદિલ્હી, દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલન પર કેનેડાના વડાપ્રધાન દ્વારા ચિંતા વ્યકત કરવા પર ભારતે જવાબ આપતા સલાહ આપી છે કે રાજનીતિક લાભ માટે કોઇ લોકતાંત્રિક દેશના ઘરેલુ મુદ્દા પર ના બોલે તો સારૂ રહેશે. ભારતીય વિદેશ મંત્રાલયે તેને બિનજરૂરી અને નાસમજી ભરેલ બતાવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારતમાં કિસાનોની બાબતમાં આપણે કેનેડાના કેટલાક નેતાઓના કેટલાક નાસમજી ભરેલ નિવેદન જાેયા આ બિનજરૂરી છે ખાસ કરીને ત્યારે જયારે એક લોકતાંત્રિક દેશના આંતરિક મામલાથો જાેડાયેલ હોય સૌથી સારી વાત એ છે કે રાજનીતિક હેતુ માટે કટુનીતિક સંવાદને તોડી મરોડી રજુ કરવામાં ન આવે.
આ પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટુડોએ ભારતમાં કિસાનો દ્વારા નવા કૃષિ કાનુનની વિરૂધ્ધ પ્રદર્શનની બાબતમાં ચિંતા વ્યકત કરી હતી ટુડોએ શિખ ધર્મના સંસ્થાપક ગુરૂનાનકની ૫૫૧મી જયંતી પ્રસંગ પર કેનેડાઇ સાંસદ બર્દિશ ચગ્ગરક દ્વારા આયોજીતક એક ફેસબુક વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેતા આ ચિંતા વ્યકત કરી હતી તેમની સાથે કેનેડાના મંત્રી નવદીપ બૈંસ હરજીત સજજન અને શિખ સમુદાયના સભ્યો સામેલ હતાં. ટુડોએ કહ્યું હતું કે તમને યાદ અપાવું છે કે શાંતિપૂર્ણ વિરોધના અધિકારની રક્ષા માટે કેનેડા હંમેશા ઉભું રહેશે.