Western Times News

Gujarati News

ભક્તોને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો

Files Photo

અમદાવાદ: અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં લાખો ભક્તો માટે શાહીબાગ સ્થિત આર્મી કન્ટેઇમેન્ટમાં આવેલ કેમ્પ હનુમાન મંદિર આસ્થાનું કેન્દ્ર છે. જોકે હવેથી મંદિરમાં દર્શન કરવા જતા ભક્તો માટે નિયમો કડક બનાવામા આવ્યા છે. લોકડાઉન અને અનલોકના ૨૪૮ દિવસ બાદ ભક્તો માટે ખુલ્લા મુકાયેલ મંદિરમાં હવે ભક્તોને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. ગત સોમવારના રોજ ભક્તો માટે કેમ્પ હનુમાન મંદિર દર્શન માટે ખોલવામાં આવ્યું હતુ. કોરોના મહામારીના પગલે મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. કોરોના સંક્રમણ ન વધે અને મંદિર આર્મી કન્ટેઇમેન્ટ વિસ્તાર હોવાથી સાવચેતીના ભાગ રૂપે બંધ કરાયું હતું.

પરંતુ ૨૪૮ દિવસના લોકડાઉન અને અનલોક બાદ અનેક કડક નિતી નિયમ સાથે મંદિરમાં મર્યાદામાં ભક્તો આસ્થા સાથે દર્શન કરી શકે તે માટે ખુલુ મુકાયું હતું. જોકે આજથી મંદિરમાં પ્રવેશ કરતા ભક્તો પાસેથી મોબાઇલ લઇ સેવામાં આવ્યા હતા અને ભક્તોને મોબાઇલ સાથે પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો.

મંદિરમાં દર્શન કરવા ગયેલા ભક્તોએ આ ર્નિણયથી નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે બહાર મોબાઇલ રાખવાની કોઇ સુવિધા નથી. જે વ્યક્તિ અહીં એકલો આવે તેણે મોબાઇલ ક્યાં મુકવો તે એક પ્રશ્ન છે. આર્મી કન્ટેઇમેન્ટ વિસ્તાર છે અને મોબાઇલ પર પ્રતિબંધ મુક્યો છે તે વાત વ્યાજબી છે પરંતુ આ પહેલા ક્યારેય આ પ્રકારનો નિયમ આવ્યો ન હતો. આ ઉપરાંત ભક્તોને મંદિરમાં પ્રવેશ સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોને આધીન આપવામાં આવશે. તેમજ ભક્ત મૂર્તિ સમક્ષ ફક્ત ૧૦ સેકન્ડ જેટલો સમય જ ઉભા રહી શકાશે. એટલે કે ભક્તે ચાલતા ચાલતા જ ભગવાનના દર્શન કરવા પડશે. મંદિરના મુખ્ય કક્ષમાં ઉભા અથવા બેસી શકશો નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.