ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૪૭૭ કેસ આવ્યા
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધતો જ જઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં કેસ વધતા જઈ રહ્યાં છે તો ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૧૪૭૭ કેસ સામે આવ્યા છે જ્યારે ૧૫ મોત નીપજ્યાં છે. કોરોનાની મહામારીમાં વધુ ૧૫ મોત સાથે જ મૃત્યુઆંક પણ ૪૦૦૦ પાર થયો છે. જ્યારે કોરોનાનો કુલ આંકડો પણ ૨૧૧૨૫૭ થયો છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૬૮,૮૫૨ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૭૮,૯૪,૪૬૭ થયો છે. રાજ્યમાં ૧૪૭૭ નવા દર્દીઓ સામે ૧૫૪૭ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧,૯૨,૩૬૮ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૧૦૫૯.૨૬ ટેસ્ટ થાય છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૨૬,૯૪૦ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૫,૨૬,૭૫૨ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૧૮૮ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૪૮૮૫ એક્ટિવ કેસ છે. જેમાંથી ૮૧ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૪૮૦૪ની સ્થિતિ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં આજ રોજ કોવિડ-૧૯ના કારણે કુલ ૧૫ દુઃખદ મોત નીપજ્યાં છે. અમરેલી તેમજ પાટણમાં ૧-૧, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૦, વડોદરામાં ૧ તેમજ સુરત કોર્પોરેશનમાં ૨ મોત નીપજ્યાં છે. જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ ૪૦૦૦ને પાર (૪૦૦૪) થયો છે.