તલાટીઓની ૩પ૩૩ નવી જગ્યાઓ ભરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો
રાજ્યમાં ૧૭૬રપ ગ્રામ પંચાયતોમાં સરળ મહેસૂલી સેવા મળી રહે તે માટે તલાટીઓની ગ્રામ પંચાયતમાં ભરતી કરવામાં આવે છે. ગામડાઓમાં તલાટીની અછત વર્તાઈ રહી છે.
ત્યારે મહેસૂલની સેવાઓ નાગરિકોને મળી રહે તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. તેથી રાજ્ય સરકારે ગુજરાતમાં નવી ૩પ૩૩ જગ્યાઓ ઉભી કરવાનો સૈધાંતિક નિર્ણય લીધો છે.
આજે સમગ્ર ગુજરાતમાં ૭૧૩૩ તલાટીઓની જરૂરિયાત છે. તેની સામે માત્ર ૩૬૦૦ તલાટીઓ કામ કરી રહ્યાં છે. રાજ્ય સરકારે તલાટીની નવી જગ્યાઓ ઉભી કરવાનો નિર્ણય કર્યો છે.
જેના નિણયથી હવે બે ગામોમાં એક તલાટીની મહેસૂલી સેવા મળી રહેશે, તલાટીઓની પંચાયત લક્ષી ઘણી બધી કામગીરી હોય છે.
વળી એક કરતા વધુ ગ્રામ પંચાયતોનો ચાર્જ આપવામાં આવે છે. આથી આ ભારણ ઘટાડવા નવી જગ્યાઓ ભરાતા તલાટીઓને રાહત થશે.