ગૌહર ખાન અને ઝૈદ દરબારે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું
મુંબઈ: બિગ બોસ ૭ની વિનર ગૌહર ખાન અને તેનો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફિયાન્સ આ મહિને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ફેન્સની આતુરતાનો આખરે અંત લાવતા એક્ટ્રેસે લગ્નની તારીખ જાહેર કરી દીધી છે. જે મુજબ ગૌહર અને ઝૈદ ૨૫મી ડિસેમ્બર, ૨૦૨૦ના દિવસે લગ્ન કરશે. કપલે આ અંગેની જાહેરાત ખાસ અંદાજમાં કરી છે. ગૌહર અને ઝૈદે પોતાના પ્રી-વેડિંગ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને કેપ્શમાં લખ્યું છે કે, ‘૨૫મી ડિસેમ્બર ૨૦૨૦.
આ સાથે તેમણે એક નોટ પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, વર્ષ ૨૦૨૦ સામાન્ય રહ્યું અને અમારી લવ સ્ટોરી અસાધારણ. અમને તે જણાવતા ખુશી થઈ રહી છે કે, અમે લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને એક નવી જર્ની પર જઈ રહ્યા છીએ. કોરોના મહામારી અને હાલની સ્થિતિને જોતા અમે આ ખાસ દિવસ માત્ર પરિવારની સાથે મનાવીશું. અમને તમારા આશીર્વાદ અને સપોર્ટ જોઈએ છીએ. અમને આશા રાખીએ છીએ કે દરેક વ્યક્તિને તેના જીવનનો સાથી મળે અને દરેક દિલને ધડકવા માટેનું કારણ મળે. ગૌહર અને ઝૈદ.
તસવીરોની વાત કરીએ તો, ગૌહર ખાને મલ્ટિ કલરનો લહેંગો અને પીળા કલરની ચોલી પહેરી છે તેમજ ઉપર સિલ્વર કલરનું જેકેટ કેરી કર્યું છે. તો ઝૈદૈ પઠાણી અને ઉપર લાલ જેકેટ પહેર્યું છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનાની શરુઆતમાં ગૌહર અને ઝૈદે સગાઈ કરી હતી. આ વાતની જાણકારી તેમણે એક તસવીરથી આપી હતી. ઝૈદના હાથમાં ‘અને તેણે હા પાડી’ લખેલો ફુગ્ગો પણ હતો. રિપોર્ટ્સ પ્રમાણે, લગ્ન સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે. લગ્ન મુંબઈમાં થવાના છે. ગૌહર ખાનના લગ્ન માટે મોટી બહેન નિગાર ખાન પણ ભારત આવવાની છે.
ઝૈદ દરબાર મ્યૂઝિક કમ્પોઝર ઈસ્માઈલ દરબારનો દીકરો છે. ગૌહરને ઘરની વહુ બનાવવા માટે દરબાર પરિવાર પણ ઉત્સાહિત છે. ઝૈદની માતા ફરઝાનાએ તો સગાઈના થોડા દિવસ બાદ ગૌહરનું પોતાના પરિવારમાં સ્વાગત કરતાં એક પોસ્ટ લથી હતી. તેમણે લખ્યું હતું કે, ‘અમારા પરિવારમાં તારુ સ્વાગત છે. ઝૈદ દરબાર અને ગૌહર તમને બંનેને ખૂબ ખૂબ વધામણા. મારો આશીર્વાદ, પ્રેમ અને સપોર્ટ હંમેશા તમારી સાથે છે.