પુરુષોમાં જો શુક્રજંતુઓની સંખ્યા જો આવશ્યક સંખ્યામાં ન હોય તો….
આમ પુરુષ વંધ્યત્વના કેસમાં શુક્રજંતુઓની સંખ્યા જો આવશ્યક સંખ્યામાં ન હોય અને વધારે પ્રમાણમાં જંતુઓ મરી જતા હોય તો વિભિન્ન વાજીકરણ અને રસાયન ઔષધો, બસ્તિપ્રયોગો ખૂબ જ સહાયક બને છે. શુક્રજંતુઓની વૃધ્ધિ નિમ્ન લિખિત ઔષધ પ્રયોગો દર્દીની શારીરિક પ્રકૃત્તિ અને વીર્ય શુક્ર દ્રવના વાયુ પિત્તાદિ દોષોને ધ્યાનમાં રાખીને સામાન્ય ઉપચારમાં આ પ્રમાણે ઔષધો લઈ શકાય.
શુક્રજંતુઓનો જથ્થો પ્રત્યેક મિલીલીટરમાં ૨૦ મિલ્યનથી વધુ હોવો જરૂરી છે. તમે જો એકદમ બૉર્ડરલાઇન પર હોવ તો સાવ જ પ્રેગ્નન્સી ન રહે એવી શક્યતાઓ નથી. ગર્ભધારણ માટે માત્ર કાઉન્ટ જ નહીં, મોટિલિટી એટલે કે સ્પર્મની ગતિ પણ નોંધમાં લેવી જોઈએ. જો મોટિલિટી ત્રણથી ચાર ગ્રેડ સુધીની હોય તો શુક્રાણુઓ વેગ પકડીને ફળીભૂત કરી શકે.
આયુર્વેદ માને છે કે શરીરમાં પિત્ત વધી જાય ત્યારે શુક્રાણુઓની સંખ્યા ઘટતી હોય છે. શુક્રજંતુઓને વધારવા માટે આયુર્વેદમાં ઓછા નુકસાને વધુ અસરકારક રસ્તો છે. પિત્ત ઓછું થાય એવો ખોરાક લેવો. પિત્તનું શમન કરવા માટે ગાયનું ઘી, ગાયનું દૂધ, સૂકી કાળી દ્રાક્ષ જેવી ચીજો ઉત્તમ છે. સૉફ્ટ ડ્રિન્ક્સ, દારૂ, તમાકુ, સ્મોકિંગ કરતા હો તો એ છોડી દેવું જરૂરી છે. ખાવામાં મરચાં મસાલાવાળા ખોરાકનું સેવન બંધ કરવું. ખૂબ જ ગરમ પાણીથી સ્નાન ન કરવું. શુક્રાણુઓને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે.
શીઘ્ર સ્ખલનની સમસ્યામાં ઉપયોગી થાય અને સુખી દાંપત્યમાં સહયોગી બને એવું એક ઔષધ રસતંત્ર સાર અને સિદ્ધયોગ સંગ્રહ નામના ગ્રંથમાં આપવામાં આવ્યું છે. આ ઔષધ ઘરે બનાવવું હોય તો લવિંગ, જાવંત્રી, તજ, અક્કરકરો, સમુદ્ર શોષ ના બીજ, દળેલી સાકર, ચોખ્ખું મધ જેવા ઔષધોનો સમાવેશ થાય છે અને ગોળી બનાવી લેવી. આમાંથી બે બે ગોળી સવાર સાંજ જાયફળવાળા દૂધ સાથે લેવી. આ ગોળીના નિયમિત સેવનથી શુક્ર ધાતુ પાતળી હોય તો ઘટ્ટ બને છે. અને નપુંસકતા જેવી સ્થિતિ હોય તો દૂર થાય છે. જેમને કાયમી કબજિયાત કે બંધકોશની તકલીફ રહેતી હોય તેમણે આ ઔષધની સાથે રોજ રાત્રે હરડે, એરંડભૃષ્ટ હરીતકી કે સ્વાદિષ્ટ વિરેચનનું સેવન કરવું.
શારંગધર સંહિતામાં શુક્ર સ્તંભન કરનાર એક બીજું ઔષધ આપેલ છે જેનો પાઠ નીચે મુજબ છે:
અક્કલકરો, સૂંઠ, ચણકબાલ, કેસર, લીંડીપીપર, જાયફળ, લવિંગ અને સફેદ ચંદન આ આઠ ઔષધો દસ દસ ગ્રામ લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. આ ઔષધમાં જરૃરી પાણી મેળવી ઘુંટીને સૂકાય એટલે ગોળી બનાવી લેવી. આમાંથી વટાણા જેવડી બે ગોળી સવાર સાંજ ઘી તથા મધ સાથે મેળવી સતત એક માસ સુધી લેવાથી શુક્રનું સ્તંભન થાય છે અને સ્ત્રી પુરુષને પોતાના જાતીય જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે. એક બીજો ઔષધ યોગ પણ શીઘ્ર સ્ખલનમાં ઉપયોગી, અશ્વગંધા, મોટા ગોખરું વિદારી કંદ , સફેદ મૂસળી, પંજાબી સાલમ, અને અક્કલકારો આ છ ઔષધો સરખા ભાગે લઈ બારીક ચૂર્ણ બનાવી લેવું. આમાંથી એક ચમચી જેટલું ચૂર્ણ સવારે અને રાત્રે ગરમ દૂધ સાથે લેવું. આ ચૂર્ણ વીર્ય વર્ધક, કામોત્તેજક અને સ્તંભન સક્તિ વધારનારું છે. પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિએ આ ઔષધ શતાવરી અથવા તો ગળોસત્ત્વ મેળવીને લેવું.
ચરક સંહિતા ના ચોથા અધ્યાયમાં ઉત્તમ દસ દસ ઔષધોના ૫૦ ગ્રૂપ પાડવામાં આવ્યા છે. તેમાં શુક્રજનન ગ્રૂપના ૧૦ ઔષધો આ પ્રમાણે આપવામાં આવ્યા છે. જીવક, ઋષભક, કાકોલી, ક્ષીર કાકોલી, જંગલી મગ, જંગલી અડદ, મેદા, મહામેદા, જટામાંસી અને કુલિગ આ ઔષધો શુક્રને ઉત્પન્ન કરનાર ગણાવાય છે. ત્યાર પછીના ગ્રંથોમાં શુક્રદોષોના નાશ કરનાર અને શુક્ર વધારનાર અનેક ઔષધ યોગો આપવામાં આવેલા છે. તેના વ્યવસ્થિત સંશોધનની હાલ ખૂબ જ જરૂર છે. કારણકે આવા કેસોમાં આધુનિક ઔષધોથી કંઈ ખાસ પરિણામ મળતું નથી. જ્યારે આયુર્વેદિય ઉપચારક્રમથી ઘણા કેસોમાં આષ્ચર્ય થાય એવા ઘણાં સારા પરિણામ મળે છે.
ઘરે બનાવી શકાય એવો એક પાક છેઃ ગાંધીને ત્યાંથી એક કિલો સારા, કૌચાં બીજ લાવી ગરમ પાણીમાં બાફી, ફોતરા કાઢી, લૂછી, સૂકવીને ચૂર્ણ બનાવી લેવું. એ ચૂર્ણમાં બસો ગ્રામ ગાયનું ઘી મેળવી ધીમા તાપે શેકી નાખવું. દાણો પડે અને સહેજ રતાશ પકડે ત્યાં સુધી શેકવું. એ પછી દોઢ કિલો દળેલી સાકરનું ચૂર્ણ નાખી ચાસણી કરવી. ચાસણી પાકે અને તાર થવા માંડે એટલે કૌચાનો માવો અને સાડા પાંચ લીટર દૂધ તથા બસો ગ્રામ બીજું ઘી મેળવી ધીમા તાપ પર પકાવવું. – હલાવતા હલાવતા કડછીને ચોંટે એવું જાડું થાય એટલે એમાં જાયફળ, સૂંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, અક્કલકરો, જાવંત્રી, તાલિમ ખાનું, કેસર, સાટોડી, બળદાણા, નાગબલા , કાળી મૂસળી, લોહભસ્મ તથા અભ્રક ભસ્મ પ્રત્યેક બબ્બે તોલા અને ચંદન, અગર તથા ભીમસેની કપૂર એ પ્રત્યેક ત્રણ ગ્રામ નાખી પાક સિદ્ધ કરવો. સવાર સાંજ આ પાકનું વીસેક ગ્રામ જેટલું સેવન કરવાથી બળ, વીર્ય, તેજ અને કામ શક્તિની વૃદ્ધિ થાય છે. શરીર પુષ્ટ બને છે અને શીઘ્ર સ્ખલન કે નપુંસકતા જેવી તકલીફ પણ દૂર થાય છે.
ગળો, ગોખરૂ, આમળા, શતાવરી, અશ્વગંધા, સફેદ મુસળી, આ દરેક ઔષધો સૌ સૌ ગ્રામ લાવી તેને મિશ્ર કરી ખૂબ ખાંડી. વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી સ્વચ્છ બાટલીમાં ભરી લેવું. પછી રોજ સવારે અને રાત્રે એક ચમચી જેટલા આ ચૂર્ણમાં એટલી જ સાકર અને બે ચમચી શુધ્ધ ઘી મિશ્ર કરી દૂધ સાથે પીવું.
ચંદ્રપ્રભાવટીએ, ક એક ગોળી સવારે બપોરે અને રાત્રે લેવી. વાનરિકલ્પ એક ચમચી જેટલું રાત્રે દૂધ સાથે લેવું. અમૃતાદિવટી, એક એક ગોળી સવારે, બપોરે અને રાત્રે લેવી. વંધ્યત્વના કેસમાં ખાસ કરીને શુક્રાણુની અલ્પતા હોય ત્યારે સુવર્ણ મકર ધ્વજ સાથે આ પાક આપી ખૂબ સારા પરિણામ મેળવેલા છે. આ પાકના ગ્રેન્યુઅલ્સ બનાવીને પણ દૂધ સાથે લઈ શકાય છે.
રસોદ્ધાર તંત્રમાં આવા જ એક વાજિકરણ ઔષધનું વર્ણન મળે છે. જે દ્રવ્યના સેવનથી વીર્ય વધે અને વ્યક્તિ ઘોડાની માફક અથક રહીને અનેકવાર મૈથુન કરી સ્ત્રીને તૃપ્ત કરી શકે તે દ્રવ્યને આયુર્વેદમાં વાજિકરણ કહે છે. વાજિકરણ શબ્દની સાથે શુક્રની વૃદ્ધિ, સ્તંભન શક્તિ અને કામેચ્છાનું પ્રાબલ્ય પણ જોડાઈ જાય છે.
આથી નિમ્નોક્ત ચૂર્ણમાં એ બધી શક્તિનો સમાવેશ થાય તેવું ઔષધ છે.
આ ચૂર્ણ બનાવવા માટે અશ્વગંધા, સફેદ મૂસળી, વિદારી કંદ, કૌચાં બીજ, શતાવરી, જેઠીમધ, જાયફળ, આમળા, લીંડી પીપર, સફેદ ચંદન, લાલ ચંદન, જટામાંસી, ગળો સત્ત્વ, એલચી અને લવિંગ આ દરેક દ્રવ્યો સો સો ગ્રામ લઈ બરાબર સાફ કરી ખાંડી નાંખવું અને જે ચૂર્ણ થાય તેને કપડાથી કે ઝીણી ચાળણીથી ચાળી શીશીમાં ભરી મૂકવું. ડાયાબિટીસ ન હોય તેવી વ્યક્તિ આમાં ચૂર્ણના વજન બરાબર ખડી સાકરનું ચૂર્ણ પણ ઉમેરી શકે. પાંચથી દસ ગ્રામ જેટલું આ ચૂર્ણ અસમાન ભાગે લીધેલા ઘી તથા મધમાં મેળવી ચાટી જવું. કફ વધારે હોય તેવી વ્યક્તિએ મધ બે ચમચી અને ઘી એક ચમચી લેવું તો પિત્ત વધારે હોય અને પાચન સારું હોય તેવી વ્યક્તિએ બે ચમચી ઘીમાં એક ચમચી મધ તથા આ ચૂર્ણ મેળવી ચાટી જવું. આ ઔષધમાં આવતા મોટા ભાગના દ્રવ્યો શુક્ર વર્ધક, શક્તિપ્રદ અને શીઘ્ર સ્ખલનને રોકનાર તથા કામેચ્છાને પ્રબળ કરે તેવા છે. પરિણીત પુરુષો માટે તો આ એક વરદાન સિદ્ધ થાય તેવું ઔષધ છે.
કાયમ લઈ શકાય એવો એક અનુભૂત સિદ્ધ યોગ:
ઈચ્છા થાય ત્યારે ઉત્તેજના થઈ શકે છે અને વધુ સમય સુધી સમાગમને માણી શકાય છે. એટલે કે શીઘ્ર સ્ખલનની તકલીફ રહેતી નથી. આ સસ્તો, સરળ અને નિર્દોષ પ્રયોગ કોઈ પણ પુરૃષ કરી શકે છે. કૌચાં, અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, આમળાં, વિદારી કંદ, ગોખરુ, સફેદ મૂસળી, સાલમ પંજા અને જાયફળ આ દસ દ્રવ્યો સરખા ભાગે લઈ તેના જેટલી જ સાકર મેળવી ચૂર્ણ બનાવી લેવું. પ્રમેહના દરદીએ સાકર નાખવી નહીં. સવાર સાંજ આમાંથી પાંચ સાત ગ્રામ જેટલું ચૂર્ણ ગળ્યા ગરમ દૂધ સાથે લેવું. આના નિયમિત સેવનથી કામશક્તિ પણ પ્રબળ બને છે.