Western Times News

Gujarati News

ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર

ઉતાવળ કર મા…. ધીરજ રાખ…. મારા જેવા કેટલાક માનવીઓ સ્વભાવથી બહું જ ઉતાવળિયા હોય છે જેથી માનવીને ઘણું નુકસાન થાય છે તથા તેના કામમાં ભલીવાર રહેતો નથી. ઘણાં લોકો ઉતાવળથી બોલે તો સામેની વ્યકતિ બરાબર સમજી ન શકવાથી ગેરસમજ પણ ઉભી થાય છે. કોઇક વખત ઉતાવળ કરવાં જતાં કાર્ય અધૂરાં રહી જાય છે. ઉતાવળથી ચાલવાથી કે દોડવાથી કે ગાડી ચલાવવાથી અકસ્માતનો ભય રહે છે.

મારાં જેવી વ્યકતિઓને સ્વભાવમાં જ બાળપણથી ટેવ પડી ગઇ હોય છે. જોયા જાણ્યાં વગર બસ મનમાં વિચાર આવ્યો અને તરત જ વિચાર્યા વગર અમલમાં મૂકતાં તથા ઉતાવળ થી ર્નિણય લેતા પોતે પોતાનાં પગ પર જ કુહાડી મારી દે છે.
ઉતાવળથી ક્રિયા કરતા શારિરિક પર પણ અસર થયા વગર રહેતી નથી જેમ કે હાંફ ચડવી, લોહીના દબાણમાં ફરક પડવો, છાતીમાં દેખાવો થવો તથા ઝડપથી ક્રિયા કરાતા મગજ પર પણ માનસિક તનાવ વધી જાય છે.

કહે શ્રેણુ આજ.
ઉતાવળે ભરાતા તુજ કદમ જીવનમાં,
મળશે નુકશાની ડગલે ને પગલે તુજ જીવનમાં…
ઉતાવળે ન પાકે આંબા કદી,
સમજી લે તું આ જીવનમાં.
ન કર અધીરાઈ જીવનમાં હવે કદી પછી.
મળી જાશે સફળતાં, અગર બની જાશે,
ધીર ગંભીર જીવનમાં હવે પછી.”

જે વિદ્યાર્થી ઉતાવળથી પરીક્ષામાં ઉત્તરવહી લખશે તો અગત્યનાં મુદદા જ લખવાના રહી જવાથી નાપાસ થવાની શકયતા રહે છે અને તેનાં અક્ષર પણ સારા નહિ હોય…વેપારીઓ ઉતાવળથી ધંધો કરશે તો કોઇક વખત પૈસાની લેવડ-દેવડમાં ખોટ ભોગવવી પડશે અથવા સોદો બોલનો થઇ શકે છે.

કોઇ ભાઇ ક બહેન ઉતાવળમાં ચાલતાં ચાલતાં લપસી જઇ શકે છે. તો ઉતાવળમાં બસમાં ચડવા જતા કે ઊતરતાં પડી જવાના અને પગમાં મોચ આવી ગઇ હોય તેવા દાખલાંઓ સાંભળ્યા છે. ક્રિકેટ રમતા રમતા બેટ્‌સમેન ઉતાવળમાં ફટકો મારવા જતા આઉટ થઇ શકે છે.

કોઇ પણ ઉતાવળી ક્રિયા કરાતાં જીતની બાજી હારમાં પલટી જાય છે. જ્યારે માનવી ઠરેલ તથા ધીરજવાન હોય છે ત્યારે એ વ્યકતિ વિચારીને પગલું ભરતો હોય છે અને કોઇ પણ ભૂલ ન થાય એનું ચોક્કસ પણ ધ્યાન રાખતાં તેને કાર્યમાં સફળતા અવશ્ય મળે છે.

અગમચેતી રાખવાથી આપણે હેરાનગતિથી બચી શકીએ છીએ. ઉતાવળા સૌ બાવરાં, ધીરા સૌ ગંભીર. સમાજમાં ઠરેલ વ્યકતિનો પ્રભાવ, ઈજ્જત અને મોભો રહે છે.તથા લોકો તે વ્યક્તિ પર ભરોસો પણ રાખે છે અગમચેતી રાખવાથી આપણે હેરાનગતિથી બચી શકીએ છીએ. ઉતાવળે આંબા ન પાકે.. ઉતાવળા સો બાવરાં, ધીરા સો ગંભીર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.